Sihor

સિહોર ગુંદાળા ખાતે આવેલ સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે બાળકોને બટુક ભોજન કરાવાયું

Published

on

પવાર

સિહોર નવા ગુંદાળા રામનગર પ્લોટીગ વિસ્તાર માં આવેલ સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે આવેલ કારતક માસ પિતૃ માસ અને ઉત્પતિ અગિયારસના પવિત્ર દિવસ નિમિતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પરિવાર ના સદસ્ય શ્રી હરીશ કુમાર એચ ત્રિવેદી (નિવૃત્ત શિક્ષક) દ્વારા કારતક માસના પિતૃમાસ અને ઉત્પતિ અગિયારસ ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારયણ સેવા કેન્દ્ર સંચાલક અશોકભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા માં આવતા ધાર્મિક અને સંસ્કારનું જ્ઞાન નું સિંચન

At Swaminarayan Seva Kendra located at Sihore Gundala, children were given Batuk food

અર્થે આવતા પછાત અને છેવાડા ગરીબ પરિવાર ના બાળકો આશરે ૧૩૯ થી વધુ બાળકો જેઓ પવિત્ર અગિયારસ કરતા હોય તેઓ માટે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર ના બટુકભોજન ના દાતા તેમજ સદસ્ય શ્રી હરીશ કુમાર એચ ત્રિવેદી(નિવૃત્ત શિક્ષક) પરિવાર ના જ્યોત્સનાબેન ત્રિવેદી,હિરેનભાઈ ભટ્ટ તેમજ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ હરીશભાઈ પવાર ની ઉપસ્થિતિ માં તમામ બાળકો બટુકભોજન કરાવવા માં આવેલ આ સેવાકીય પ્રવૃતિઓ ને શ્રીમતી જ્યોત્સનાબેન ત્રિવેદી તેમજ ભરત મેમોરિયલ ટ્રસ્ટ સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ નો સ્વામિનાાયણ સેવા કેન્દ્રના અશોકભાઈ મકવાણા દ્વારા આભાર વ્યક્ત કરેલ.

Trending

Exit mobile version