Sihor
સિહોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી દર્દીઓ બેહાલ
દેવરાજ
- છેલ્લા કેટલાક સમયથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી દર્દીઓ બેહાલ
સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ કથળતી જોવા મળી રહી છે લોકોને ના છૂટકે પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત એમ્બ્યુલન્સ બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારની અંદર મૃત્યુ થાય તો તેઓને શબ લઈ જવા માટે મુશ્કેલી પડતી હોય છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત ડોક્ટર ભારતીબેન શિયાળ સાંસદ શ્રી ની ગ્રાન્ટમાંથી સિહોર તાલુકા ગ્રામ્ય વિસ્તારની અંદર ફાળવવામાં આવી છે ત્યારે આ શબવાહીની છેલ્લા ઘણા સમયથી શબ હાલતમાં જોવા મળી રહી છે જેથી દર્દીઓને અગવડતા ઉભી થતી હોય છે ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સિહોરના સરકારી હોસ્પિટલ ખાતે શબવાહી મૂકવામાં આવી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી આ શબવાહીની શોભાના ગાંઠિયા સમાન શબવાહીની જ શબ બનીને જોવા મળી રહી છે જેના કારણે દર્દીઓની હાલત બેહાલ થયા છે