Gujarat

હીરાબાની તબિયત ના તંદુરસ્ત થતાં મોરારી બાપૂએ પ્રાર્થના કરી કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય

Published

on

પવાર
29 ડિસેમ્બર, 2022એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી મળતાં પ્રધાનમંત્રીએ તાત્કાલિક અમદાવાદ આવીને તેમની માતાના સ્વાસ્થ્યની જાણકારી પ્રાપ્ત કરી હતી.

as-hirabs-health-improved-morari-bapu-prayed-for-his-speedy-recovery

હીરાબાની તબિયતમાં ઝડપી સુધારો થાય તેવી આશા વ્યક્ત કરતાં મોરારી બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકો માતા હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય તેવી પ્રાર્થના કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, હીરાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હોવાની સાથે-સાથે આપણા સૌ માટે પૂજ્ય છે. દેશના તમામ લોકો ઉપર તેમના આશિર્વાદ બની રહે તેવી પ્રાર્થના કરી હતી.

Exit mobile version