Bhavnagar
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ, કથિત તોડકાંડ મામલે ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી
યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર ખાતે ગુનો દાખલ ; ગુનો દાખલ થતાની સાથે યુવરાજસિંહની ધરપકડ : આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાશે ; પોલીસે કહ્યું- યુવરાજસિંહ અને તેમના માણસોએ બે લોકો પાસેથી એક કરોડ જેટલી રકમ લીધી
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું રેન્જ આઈજી ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું કે, યુવરાજસિંહએ તેમના પર આક્ષેપો મામલે ગોળ ગોળ જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ સામે 386, 388, 120B મુજબનો ગુનો નોંધ્યો છે.
ગત 25મી માર્ચની આસપાસના રોજ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો આપ્યો, ઘનશ્યામ લાંધવા, યુવરાજસિહે અને તેમના સાગરીતોને વિદ્યાર્થીના પરીવારને પ્રેશરમાં રાખ્યા હતા તેમજ PKએ સંબધિઓ પાસેથી રૂપિયા લઈ યુવરાજસિંહના સાગરીત ઘનશાયમ લાંધવાને 45 લાખ રૂપિયા આપ્યા છે, પ્રકાશ દવેનું નામ ડમીકાંડમાં ન લીધું હતું તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી પ્રદીપ બારૈયાએ નોકરી બચાવવા ઘનશાયમ લાંધવાને યુવરાજસિંહ સાથે મીટિંગ કરવાનું કહ્યું, બેઠકમાં યુવરાજસિંહે ડાયરી બતાવી તો પ્રદીપ બારૈયાએ કહ્યું પતાવી દો હું 10 લાખ આપીશ, પણ યુવરાજસિહે 60 લાખની માંગણી કરી, છેલ્લે પ્રદિપ રડવા લાગતા છેલ્લે 55 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ હતી. ભાવનગર રેન્જ IGP ગૌતમ પરમાર જણાવ્યું કે, પ્રદીપ બારૈયાએ 31 માર્ચે 25 લાખ રૂપિયા આપ્યા, પછી 17 લાખ, 4 એપ્રિલે રાત્રિના દસ વાગ્યે 13 લાખ રૂપિયા આપ્યા, આ રૂપિયા ધનશ્યામે યુવરાજસિંહને આપેલા, તેનું નામ પણ યુવરાજસિંહે ડમીકાંડ ન લીધું ઉલ્લેખનીય છે કે, આવતીકાલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.