Sihor

સિહોર પાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલ કરતા ટ્રેકટરો ચાલકોની ભયાનક બેદરકારી

Published

on

દેવરાજ

અમારા આરોગ્ય અને સ્વાસ્થ્યની કિંમત બે કોડી ની

કચરાનો નિકાલ કરતાં ટ્રેકટર જ ગંદકીનું – કારણ, પાલિકા દ્વારા ટ્રોલીમાં લઇ જવાતો ખુલ્લો કચરો હવામાં ઊડતાં રસ્તા બગાડે છે – કચરાની ટ્રોલી ઉપર કંતાન, તાડપત્રી ઢાંકવાની સાથે તકેદારીનાં પગલાં ભરાય તેવી માંગ

સિહોર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ટ્રેક્ટર ટ્રોલીમાં જતો આ કચરો હવામાં ઉડવાની સાથે રસ્તા ઉપર પડતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ડિમ્પંગની જગ્યાએ કચરો લઇ જવામાં આવે ત્યારે આ કચરાની ટ્રોલી ઉપર કંતાન, તાડપત્રી ઢાંકવાની સાથે તકેદારીના પગલાં ભરાય તેવી માગ ઉભી થઇ છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્યના પ્રશ્નો ન સજૉય તે મોટે ડોર ટુ ડોર અને કેટલીક જગ્યાએ ગેટ ટુ ગેટ કચરો એકત્રિત કરવામાં આવે છે. શહેરના સંખ્યાબંધ વિસ્તારમાં સાફ સફાઇ અસરકારક નથી. જે જગ્યાએ કચરાપેટી મૂકવામાં આવી છે તે ભરાઇ જાય ત્યાં સુધી તેમાંથી કચરો લઇ જવાતો નથી .

Appalling negligence of garbage disposal tractor drivers by Sihore Municipal Corporation

બીજી તરફ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે, જે ટ્રેક્ટર ટ્રોલીમાં નાંખવામાં આવે છે. શહેરમાંથી કચરો એકત્રિત કરીને તેને ટ્રેક્ટરો દ્વારા ડિમ્પંગ જગ્યા ઉપર ઠાલવવામાં આવે છે. પરંતુ શહેરમાં વિવિધ સ્થળેથી ખુલ્લા ટ્રેક્ટર ટ્રોલીમાં કચરો લઇ જવાતાં રસ્તામાં ઠેરઠેર કચરો વેરાતો જાય છે. ઘણીવાર તો ઓવરલોડ કચરો ભરાયો હોવાથી રસ્તા પર તે વધુ વેરાય છે. ટ્રેક્ટર ચાલે ત્યારે હલકો કચરો હવામાં ઉડવાની સાથે રસ્તા પર પડે છે. જેના કારણે પાછળ આવતા વાહનચાલકોને આંખમાં કચરો પડતો હોય છે. જેથી વાહન ચલાવવામાં તેમને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે આ રીતે કચરો લઇ જતા વાહનની ટ્રોલી ઉપર કંતાન કે તાડપત્રી ફરજિયાત ઢાંકવામાં આવે તેવી માંગ ઉઠી છે ડોર ટુ ડોર કચરો એકત્રિત કર્યા બાદ ટ્રેકટર ટ્રોલીમાં કચરો જતો હવામાં ઉડવાની સાથે રસ્તા ઉપર પડે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ડમ્પીંગની જગ્યાએ લઇ જવામાં કચરાની ટ્રોલી ઉપર કંતાન , તાડપત્રી ઢાંકવાની સાથે તકેદારીના પગલા ભરાય તેવી માંગ ઉભી થઇ છે .

Advertisement

Exit mobile version