International
વિશ્વ પર મંડરાતો વધુ એક ખતરો! કોરોનાની વધુ એક લહેર આવશે: WHO આપી ચેતવણી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને ગુરુવારે કહ્યું કે, સાર્સ કોવ-2 વાયરસના ઓમીક્રોન વેરિએન્ટના એક્સબીબી સબ વેરિએન્ટના કારણે અમુક દેશોમાં કોવિડ 19 સંક્રમણની વધુ એક લહેર આવી શકે છે. તેમણે આ વાત પુણેમાં વિકાસશીલ દેશ રસી નિર્માતા નેટવર્કની વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન મીડિયા સમક્ષ કહી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હજૂ સુધી કોઈ દેશના આંકડા મળ્યા નથી, જેનાથી ખબર પડે કે, સંક્રમણનો આ નવો વેરિએન્ટ વધારે ગંભીર છે.
ડો, સ્વામીનાથને કહ્યું કે, ઓમીક્રોનના 300થી વધારે સબ વેરિએન્ટ છે. મને લાગે છે કે, હાલમાં જે ચિંતાનું કારણ છે, તે એક્સબીબી છે, જે પુન: સંયોજીત વાયરસ છે. અમે પહેલા પણ અમુક પુન: સંયોજીત વાયરસ જોયા હતા. આ પ્રતિરક્ષા તંત્રથી બચવાની ક્ષમતા ધરાવે છે. જેનો અર્થ એ છે કે, એન્ટીબોડીની પણ તેના પર અસર થતી નથી. એટલા માટે અમે ધીમે ધીમે એક્સબીબીના કારણે અમુક દેશોમાં સંક્રમણની નવી લહેર જોઈ શકીએ છીએ.
તેમણે કહ્યું કે, વાયરસ ઉત્પરિવર્તનનું કારણ વધારે સંક્રમક થઈ રહ્યું છે. તેના નિવારણ માટે ડો. સ્વામીનાથનની દેખરેખ પર ભાર આપ્યો હતો. તેમણે સંક્રમણની રક્ષા કરવા માટે માસ્ક પહેરી રાખવાની સલાહ આપી છે.