Sihor

ભાજપના સિનિયર નેતાઓની ચૂંટણી નહીં લડવા જાહેરાત : નવા કાર્યકરોને તક મળે તેવો મત વ્યક્ત કર્યો

Published

on

ઓન ધ સ્પોટ
રાત્રીના ૯/૧૫ વાગે
મિલન કુવાડિયા

અત્યાર સુધીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આર.સી.ફળદુએ ચૂંટણી નહીં લડવા જાહેરાત કરી, ભાજપ ઉમેદવારનું લિસ્ટ જાહેર કરે તે પહેલાં હજુ પણ કેટલાક નેતાઓ આવી જાહેરાત કરી શકે

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ચૂંટણી નહીં લડે. ઉપરાંત હવે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ પણ જાહેરાત કરી દીધી છે કે, તેઓ ચૂંટણી નહીં લડે. આમ ભાજપના સિનિયર નેતાઓ ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં જ પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી રહ્યા છે. હાલ ત્રણ નામો આવ્યા છે પરંતુ હજુ કેટલાક સિનિયર નેતાઓ પણ આ રીતે સામેથી જ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી શકે છે. આ તરફ નીતિનભાઈ પટેલે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલને પત્ર લખ્યો હતો અને ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી. ગત ટર્મમાં મહેસાણા બેઠક પર નીતિન પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ તરફ ગત ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજેતા થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નિવેદન આપી દીધું છે કે, તેઓ ચૂંટણી નહીં લડે, તેઓએ એમ પણ કહ્યું છે કે, નવા ચહેરાઓ અને નવા કાર્યકરોને તક આપવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. ભાજપની ઉમેદવારોની યાદી આવે તે પૂર્વે આ પાંચેય નેતાઓની જાહેરાત સૂચક માનવામાં આવી રહી છે.

Trending

Exit mobile version