Bhavnagar

મધ્યપ્રદેશ સામેની નેટ બોલની લીગ મેચમાં ગુજરાત જીતતાં ઉત્સાહનો માહોલ

Published

on

  • જીત થતાં ગુજરાતના કોચ અને ખેલાડીઓ ગરબાના તાલે ઝૂંમ્યા
  • સ્પોર્ટસના મેદાનમાં પણ નવરાત્રીનો માહોલ છવાયો

૩૬મી નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરના સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ રમતો રમાવાની છે. તેમાં અત્યારે નેટબોલની ગેમ ચાલી રહી છે. આજે બપોરે ગુજરાતે નેટબોલની મેન્સની ગેમ મધ્યપ્રદેશ સામેની મેચ જીતી લેતાં ખેલાડીઓ મોજમાં આવી ગયાં હતાં.

an-atmosphere-of-excitement-after-gujarat-won-the-netball-league-match-against-madhya-pradesh

જીતની ઉજવણીના માહોલ વચ્ચે ગુજરાતના કોચ અને ખેલાડીઓ તથા મહિલા ખેલાડીઓએ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે ગરબાના તાલે જીતની ઉજવણી કરી હતી.

an-atmosphere-of-excitement-after-gujarat-won-the-netball-league-match-against-madhya-pradesh

આજે નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે ખેલાડીઓને નવરાત્રી માણવાનો મોકો નથી મળતો તો આ ખેલાડીઓ ગુજરાતના આંગણે આ રીતે તેમના મનના ઓરતાંને ગરબા સંગ પૂરા કરી રહ્યાં છે.

an-atmosphere-of-excitement-after-gujarat-won-the-netball-league-match-against-madhya-pradesh

આ રીતે એક બાજુ રમત-ગમતનો માહોલ છવાયો છે તો ખેલાડીઓ તેમનું મેદાન પર કૌવત બતાવવાં સાથે ભક્તિ-શક્તિના આ તહેવારને પણ મન ભરીને માણી રહ્યાં છે.
———
-સુનિલ પટેલ

Exit mobile version