Sihor
યુવા વસ્તીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક પ્રમાણમાં વધારો : ડો પ્રજાપતિ
પવાર
- આજે ડાયાબિટીસ દિવસે સિહોર લાયન્સ કલબ દ્વારા નિદાન કેમ્પ યોજાયો, લોકોએ મોટી સંખ્યામાં ચેકઅપ કરાવ્યું
આજે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે ઉજવાઇ રહ્યો છે ડાયાબિટીસ મોટી વૈશ્વિક સમસ્યા બની ગઈ છે ત્યારે આજના ખાસ દિવસે સિહોર લાયન્સ કલબ દ્વારા શહેરના બસસ્ટેન્ડ ખાતે એસટી મેનેજર ટેમભા ગોહિલની ઉપસ્થિતિમાં તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ પ્રશાંતભાઈ આસ્તિક, ડૉ.પ્રજાપતિ, ડૉ,શ્રીકાંત દેસાઈ, ડૉ.કલ્પેશ ગોસ્વામી,ઉદયભાઈ વિસાની, હરીશ પવાર સહિતની ઉપસ્થિતીમાં ડાયાબિટીસ દિવસ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ નિદાન કેમ્પનો લાભ લીધો આ તકે ડો પ્રજાપતિએ કહ્યું હતું કે યુવા વસ્તીમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
શહેરી વસ્તીની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં ડાયાબિટીસના ઓછા દર્દીઓ જોવા મળે છે કેમ કે, શહેરની જીવનશૈલી અને ખાણીપીણીમાં ગામડાઅની દ્રષ્ટિએ ઘણો બધો તફાવત આવી જાય છે. કોરોના બાદ વર્ક ફ્રોમ, અનિયમિત જીવનશૈલીને કારણે ડાયાબિટિસના દર્દીઓમાં વધારો થયો છે યુવાનોમાં પણ ડાયાબિટિસનું પ્રમાણ વધારે જોવા જોવા મળી રહ્યું છે વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિએ નિયમિત અંતરે હેલ્થ ચેક અપ કરાવવું જોઇએ. સૂગર લેવલ થોડું પણ વધારે જણાય તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ ડાયાબિટિસમાં શક્ય તેટલું વહેલું નિદાન કરવામાં આવે તે જરૂરી છે અને તેમ કરવામાં આવે તો તેનાથી સાજા થવાની સંભાવના વધી જાય છે. ડાયાબિટિસનું જેમ મોડું નિદાન થાય તેમ તેમાંથી સાજા થવાની સંભાવના ઓછી થાય છે. સારી વાત એ છે કે, લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઇ રહ્યા છે અને નિયમિત હેલ્થ ચેક અપ કરાવે છે.