Gujarat
ગુજરાત સિવાય દેશભરમાં અમુલ દૂધના ભાવમાં વધારો
દેવરાજ
અમૃત કાળ બજેટનો પ્રથમ આંચકો : ગાયથી લઈ ગોલ્ડ-તાજા અને ભેસના દૂધના ભાવ પ્રતિ લિટરે રૂા.2-3 વધારી દેવાયા : આજથી જ અમલ
ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશને અમુલ સહિતની તેની દૂધની તમામ બ્રાન્ડમાં મોટો ભાવવધારો ઝીંકયો છે. જો કે આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગુ કરાયો છે. ‘અમુલ’ બ્રાન્ડથી દેશભરમાં દૂધ પુરુ પાડતી રાજયની સૌથી મોટી મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સહકારી સંઘ દ્વારા આજે જ ડિસ્પેચ કરાયેલા દૂધના પાઉચના નવા ભાવ અમલી બનાવ્યા છે એટલે કે તે આજે સવારથી જ લાગુ થઈ ગયા છે. જેમાં અમુલ ગોલ્ડના ભાવ પ્રતિ લીટર રૂા.3 વધીને રૂા.66 થયા છે અને 500 મી.લી. પાઉચના ભાવ રૂા.31માંથી રૂા.33 કરાયા છે.
આજ રીતે અમુલ તાઝા- 500 મીલીમીટર નવા ભાવ રૂા.27 અને 1 લીટરના ભાવ રૂા.54 થયા છે. અમુલ તાઝા-2 લીટરના ભાવમાં રૂા.108 થયા છે. જયારે 6 લીટરના ભાવ રૂા.324 થયા છે. અમુલ તાજા 180 એમએલના ભાવ રૂા.10 થયા છે. અમુલ ગોલ્ડ અર્ધા લીટરના ભાવ રૂા.33 1 લીટરના રૂા.66 અને 6 લીટરના ભાવ રૂા.396 કરવામાં આવ્યા છે તો અમુલ બ્રાન્ડના ગાયના દૂધના ભાવ અર્ધાલીટરના રૂા.28 1 લીટરના ભાવ રૂા.56 કરવામાં આવ્યા છે. અમુલ એ-ટુ ભેસના દૂધના ભાવ અર્ધા લીટરના રૂા.35 1 લીટરના ભાવ રૂા.70 તથા 6 લીટરના ભાવ રૂા.420 થયા છે.અમુલે ગત ઓકટોબર માસમાં તેના દૂધના ભાવમાં પ્રતિલીટર રૂા.2નો ભાવવધારો કર્યો હતો.