Palitana
આચાર્યએ વિદ્યાર્થિનીને યુનિફોર્મ બાબતે સ્કૂલમાંથી કાઢી મુકી વાલી સાથે પણ ગેરવર્તન કર્યાનો આક્ષેપ, પાલીતાણા માનવડની સરકારી મોડેલ સ્કૂલ ફરી વિવાદમાં
વિશાલ સાગઠિયા
પાલીતાણા માનવડ ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને યુનિફોર્મ બાબતે સ્કૂલમાંથી કાઢી મુક્યાના આક્ષેપ બાદ વિવાદ સર્જાયો છે. વાલી સાથે પણ ગેરવર્તન કર્યો હોવાનો આક્ષેપ છે. વાલી દ્વારા આચાર્યએ સર્ટીફીકેટ આપી દેવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાતા વિવાદ સર્જાયો છે. પાલીતાણા માનવડ ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીને યુનિફોર્મ બાબતે સ્કૂલમાંથી કાઢી મુક્યાના આક્ષેપ બાદ વિવાદ સર્જાયો છે.
વાલી સાથે પણ ગેરવર્તન કર્યો હોવાનો આક્ષેપ છે. વાલી દ્વારા આચાર્યએ સર્ટીફીકેટ આપી દેવાની અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાતા વિવાદ સર્જાયો છે. આચાર્ય જીગ્નેશ ત્રિવેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે ભોગ બનનારના વાલી અને આગેવાનોએ ધરણા શરૂ કર્યા છે. 48 કલાકનો સમય વિત્યા બાદ પોલીસે ફરિયાદ ન લેતા આગેવાનોએ ધરણા શરૂ કર્યા છે. મોટી સંખ્યામાં વાલીઓ જ્ઞાતિના સંગઠનો પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યા છે. આ મામલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલીતાણા આવે તેવી શકયતાઓ છે. હાલ આ મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.