Sihor

સિહોરના તંત્રની કામગીરી સામે આરોપ : આચારસંહિતા માત્ર કોંગ્રેસને જ લાગુ પડે છે.? અશોક મામસી

Published

on

પવાર

  • અશોક મામસીએ કહ્યું સિહોરનું તંત્ર ભેદભાવ રાખે છે, તંત્રએ કોંગ્રેસનું સાહિત્ય, પોસ્ટરો, હોર્ડિંગ્સ, બેનરો હટાવ્યા, ભાજપનું સાહિત્ય કેમ હટાવતા નથી, મામસીએ કહ્યું મેં દરમિયાનગિરી પછી તંત્રએ ભાજપનું સાહિત્ય હટાવ્યુ

ગુજરાત સહિત સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીની ગઈકાલે જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત સાથે સિહોર સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલની પણ શરુઆત થઈ ગઈ છે. ચુંટણી પંચની જાહેરાત સાથે જ તંત્ર દ્વારા આજે સિહોરના હાઇવે, રોડ, રસ્તા, સર્કલ અને પર લગાવવામાં આવેલા સરકારી યોજનાના બેનર હોર્ડિગ્સ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે અહીં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તાલુકા કોંગ્રેસના અશોક મામસીએ આરોપ કર્યો છે કે સિહોરનું તંત્રની આચારસંહિતાની અમલવારીના ગોળખોળ નીતિ અપનાવી રહ્યું છે.

Allegation against the functioning of Sehor's system: Code of conduct is applicable only to Congress.? Ashok Mamsi

મામસીએ કહ્યું કે આચારસંહિતા માત્ર કોંગ્રેસને જ લાગુ પડે છે.? ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર ના રોજ બે તબક્કામાં મતદાન અને 8 ડિસેમ્બરના રોજ પરિણામ માટેની તારીખ જાહેર કરવામાં આવી છે જેને લઈ સિહોરમાં વહિવટી તંત્ર સતેજ થઈ ગયું હતું શહેરના રસ્તાઓ, સર્કલ અને અનેક હોર્ડિગ્સ પર સરકારી જાહેરાત હતી. શહેરમાં સરકારી યોજના ના જાહેરાત ના સંખ્યાબંધ હોર્ડિંગ્સ લાગ્યા હતા. આચાર સંહિતા પ્રમાણે આ પ્રકારના તમામ હોર્ડિગ્સ બેનર કાઢવાના હોય તંત્ર દ્વારા જાહેરાતની સાથે જ બેનર- હોર્ડિંગ્સ ઉતારવા માટેની કામગીરી દરમિયાન તંત્ર સામે આરોપ લાગ્યો છે કે આચારસંહિતા માત્ર કોંગ્રેસને જ લાગુ પડે છે.? સમગ્ર મામલે તાલુકા કોંગ્રેસના અશોક મામસીએ કહ્યું સિહોરનું તંત્ર ભેદભાવ રાખે છે તંત્રએ રોડ પરનું કોંગ્રેસનું જ સાહિત્ય, પોસ્ટરો, હોર્ડિંગ્સ, બેનરો હટાવ્યા છે, ભાજપનું સાહિત્ય કેમ હટાવતા નથી, મામસીએ કહ્યું કે મેં દરમિયાનગિરી પછી તંત્રએ ભાજપનું સાહિત્ય હટાવ્યુ છે આરોપીને લઈ લાગે છે કે રાજકીય પક્ષોમાં ચૂંટણીનો રંગ અત્યાર થી દેખાઈ રહ્યો છે

Exit mobile version