Gujarat

સોની બજારમાં અખાત્રીજનો સળવળાટ – માર્કેટમાં ખરીદી જોવા મળી

Published

on

પવાર

ગત વર્ષ જેવી ચમક નથી છતાં બપોર બાદ ઘરાકી વધવાનો જવેલર્સોનો સૂર: ઉંચા ભાવ તથા બે દિવસ તિથિની દ્વિધાની આંશિક અસર

શનિવારે અખાત્રીજ હતી. આ શુભ દિને ખાસ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી માટે અત્યંત પવિત્ર અક્ષયતૃતિયા ગણાય છે. એ દિવસે વહેલી સવારથી ખાસ શુભ મુહૂર્તમાં ખરીદી શરૂ થઇ ચુકી હતી. છેલ્લા કેટલાક સમયથી સોના ચાંદીના ભાવ નવી ઉંચાઇએ પહોંચી ગયા છે. ત્યારે અખાત્રીજના એક દિવસ અગાઉ સોના ચાંદીમાં મહદ અંશે ભાવ ઘટતા ગ્રાહકોએ રાહત અનુભવી હતી. ભાવ વધવાની અસર ખરીદી પર જોવા મળી રહી હતી. સવારે ખરીદીમાં ધીમી ગતિ જોવા મળી રહી હતી. ત્યારે સવારે સખત ગરમી હોવાથી લોકો સાંજના સમયે ખરીદી કરવાનું વધુ પસંદ કરી હતી. સોના ચાંદીના વેપારીઓને પણ એ દિવસ ની ખરીદી પર નવી આશાઓ રહેલી હતી.

Akhatriji movement in the Sony market - buying was seen in the market

સોના ચાંદીમાં છેલ્લા એકાદ માસ દરમ્યાન અસામાન્ય અને રેકોર્ડબ્રેક તેજી થઇ ગઇ હતી. ગત સપ્તાહમાં સોનુ 63000ના લેવલે પહોંચ્યુ હતું. ઉંચા ભાવની સાથે બે દિવસ તિથિની દ્વિધાથી લોકો ખરીદી માટે કયા દિવસે ખરીદી કરવી તેની વિચારણા કરી રહ્ય હતા. હાલ બે તિથિની અસર પણ બજારની ખરીદી પર પડી હતી. આથી કાલે પણ બજાર ચાલુ રાખવાનો સોની વેપારીઓએ નિર્ણય કર્યો હતો. સોની વેપારીઓનું કહેવું છે કે રેકોર્ડબ્રેક ભાવ વધારાથી છેલ્લા કેટલાક સમયથી સોના ચાંદીની ખરીદી પર બે્રક લાગી ગયો હોય તેવું જોવા મળી રહ્યું હતું. પરંતુ એ દિવસ ના તહેવાર પર વેપારીઓને ખુબ આશા હતી. અક્ષય તૃતિયા પહેલા ભાવ ઘટતા લોકો પણ ખરીદી તરફ વધ્યા હતા. એ દિવસે શુકનવંતી ખરીદી વધુ થઇ હતી. જેમાં નાના સિકકાથી લઇ વીટી, પેન્ડલ, નાકની ચૂંક, બુટી જેવી ખરીદી વધુ થયા હતા. આ વર્ષે અંદાજે પ્રથમવાર એડવાન્સ બુકીંગ ખાસ નહોવાનું નોંધાયુ હતું. ગત વર્ષની સરખામણીએ ખરીદીમાં રપ-30 ટકાનો કાપ આવવાની ભીતિ હતી. અક્ષય તૃતિયઆની સાથે આગામી સમયમાં લગ્નગાળો પણ શરૂ થશે આથી આ દિવસે સોના ચાંદીની ખાસ ખરીદી કરવામાં આવી હતી.

Advertisement

Exit mobile version