Gujarat
સોનિયા ગાંધી બાદ હવે શંકરસિંહ વાઘેલાએ કહી નાખ્યું – વડાપ્રધાન મોદી મોતના સોદાગર
પવાર
- આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સમેટાઈ જશે, કોંગ્રેસની જીત નકકી: શંકરસિંહ
ગુજરાતમાં ગોધરા કાંડ વખતે સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી મોદીને મોતના સોદાગર કહ્યા હતા હાલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા તબકકાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ મોતના સોદાગર કહી નાખ્યા છે. કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદીને ભસ્માસુર, સો માથાવાળો રાવળ કહ્યામાં આવી રહ્યા છે. ત્યારે જ વાઘેલાએ વડાપ્રધાનને મોતના સોદાગર કહ્યા છે. શંકરસિંહે મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, સોનિયા ગાંધી જ નહીં, તે પણ કહી રહ્યા છે કે વડાપ્રધાન મોતના સોદાગર છે.
વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સમેટાઈ જશે અને કોંગ્રેસની જીત નિશ્ર્ચિત છે. ભાજપ અને મોદી લોકોને ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ ગુજરાતની જનતા બધુ જાણે છે ભાજપના એજન્ડામાં માત્ર નફરત છે, વિકાસ, મોંઘવારીના મુદ્દે તેમણે કયારેય વાત નથી કરી.