Botad

બોટાદથી મનહર પટેલનું પત્તુ કપાતા મનહર પટેલ અશોક ગહેલોત પાસે દોડી ગયા ; ટિકિટ ન મળવાથી રોષની લાગણી પ્રગટ કરી

Published

on

મિલન કુવાડિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત છે. એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા મનહર પટેલ કોંગ્રેસના વલણથી નારાજ થયા છે. મનહર પટેલની બોટાદથી ચૂંટણી લડવાની તૈયારી હતી પરંતુ પાર્ટીએ ટિકીટ નહીં આપી પત્તુ કાપતા બખેડો સર્જાયો છે. જેથી નારાજ મનહર પટેલે આજરોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક કરી હતી અને ટિકીટ માટે ફેરવિચારણા કરવાની વાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી લડે તે પહેલા જ પાર્ટીની આંતરીક લડાઈમાં વ્યસ્ત થતી જણાય છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જેમ-જેમ જાહેરાત કરી તેમ-તેમ આંતરીક લડાઈ પણ તેજ થતી ગઈ છે. ભાજપ કોંગ્રેસમાંથી નેતાઓને પોતાની તરફ લઈ રહી છે અને કોંગ્રેસની સ્થિતી કફોળી થઈ રહી છે.

after-cutting-manhar-patels-card-from-botad-manhar-patel-ran-to-ashok-gehlot-expressed-anger-at-not-getting-tickets

ત્યાં હવે પાટીદાર નેતા મનહર પટેલની બોટાદથી ટિકીટ કપાતા તેઓ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ બોટાદ બેઠક પરથી મનહર પટેલને ચૂંટણીમાં ઉતારે તેવી પ્રબળ સંભાવના વચ્ચે રમેશ મેરના નામની જાહેરાત થતા મનહર પટેલ ગુજરાતના પ્રભારી અશોક ગહેલોત પાસે દોડી ગયા હતા. મનહર પટેલે મીડિયાને જણાવ્યા અનુસાર, તેમની મુલાકાત અશોક ગહેલોત સાથે થઈ હતી અને ગહેલોતે તેમની સાથે અન્યાય થયાની વાતને સમર્થન આપ્યું હતું. ગહેલોતે મનહર પટેલને આ મામલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાતચીત કરવા કહ્યું છે પણ, જ્યારે મનહર પટેલે જગદીશ ઠાકોરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે બહાર હોવાનું જણાવ્યું છે. આ સ્થિતીમાં મનહર પટેલ પોતાના સમર્થકો સાથે અડિંગો જમાવી કોંગ્રેસ ફેર વિચારણા કરે તેવી માગણી કરી રહ્યાં છે.

Trending

Exit mobile version