Sihor

સિહોર શહેર અને જિલ્લામાં દિપાવલી પર્વની ઉજવણી બાદ લાભપાંચમથી ધંધા રોજગાર ધમધમ્‍યા

Published

on

ધાર્મિક અને ફરવાલાયક સ્‍થળોએ માનવ મહેરામણ ઉમટયુ : અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સિહોર સહિત જિલ્લામાં દિપાવલી પર્વની ભવ્‍યાતાથી ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ એકબીજાને રૂબરૂ અને ટેલીફોનીક શુભેચ્‍છા પાઠવી હતી. દિપાવલી પર્વમાં ફટાકડાની આતીશબાજી કરવામાં આવી હતી. ફરવાલાયક તથા ધાર્મિક સ્‍થળોએ લોકોની ભારે ભીડ જામી હતી અને રજાની મજા સર્વે કોઇએ માણી હતી. લાભ પાંચમથી પુન ધંધા રોજગાર ધમધમ્‍યા છે અને શુભમુહૂર્તમાં વેપારીઓએ શુભમુહૂર્ત કર્યુ હતું. બજારો પણ ધમધમી છે અને લોકો પોત-પોતાના કાર્યોમાં વ્‍યસ્‍ત થયા છે.

Exit mobile version