Sihor

સિહોરના શિવનગર આસપાસ ભૂંડનું માસ વેચનાર માથાભારે લોકો સામે કાર્યવાહી ; પાલિકા તંત્ર દોડી ગયું

Published

on

પવાર

  • ભૂંડ પકડનાર અને વેચનાર પરપ્રાંતિય લોકો છે, અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે, રહીશોને ધાકધમકીઓ આપી ડરાવે છે, આવું વર્ષોથી ચાલે છે, મામલતદારમાં રજૂઆત થઈ અને તંત્રની તુરંત કાર્યવાહી

સિહોરના રાજકોટ રોડ શિવનગર આસપાસ કેટલાક પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે જે ભૂંડનો ધંધો ખુલ્લે આમ કરે છે, જાહેરમાં ભૂંડોને પકડી અને ખુલ્લેઆમ તેમનું માસ વેચે છે આવું ઘણા સમયથી ચાલે છે ત્યારે શિવનગરના રહીશોની રજુઆતને લઈ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહીંના લોકોની રજુઆત હતી કે અહીં પરપ્રાંતીય પરિવારનું રહેઠાણ હોય આ લોકો ઘ્વારા કાયમી ભુંડના (હુકકર) વ્યવસાય સાથે જોડાયેલા હોય તેમજ આખા વિસ્તારમાં અરાજકાતા ફેલાવી સમગ્ર રહીશોને નડતરરૂપ બને છે.

action-against-the-heads-of-the-people-selling-the-mass-of-the-pond-around-shivnagar-in-sehore-the-municipality-ran-away

તેમનો વિરોધ કરતા અથવા સમજાવવા જતા હિંસાત્મક હથીયારોથી હુમલાઓ કરી ધાકધમકીઓ આપી ડરાવવાના પ્રયાસોથી આજબાજુના રહીશોને ડરાવે છે. આવુ ઘણા વર્ષોથી થતુ આવેલ હોય અત્યારના સમયમાં આ બાબતોમા સતત વધારો થઈ રહયો હોય અને હવે એ લોકોએ ભુંડ કાપી છુટક માંસ વેચવાનો ધંધો પણ શરુ કરેલ છે. તેમજ ગાંજો પીને અપશબ્દો બોલવા તેમજ ગેરવર્તુણક આખી સોસાયટી ભોગવે છે. ઉપરાંત ત્યાં ગોપીનાથજી મહિલા કોલેજની બહેનો તેમજ જ્ઞાનગંગા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓનો કાયમી રસ્તો હોય તે લોકો પણ ધૃણા અનુભવતા હોય આ બાબતનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિક લોકોની રજુઆતને લઈ નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણા તેમજ શોપ ઇન્સ્પેકટર વિજયભાઈ વ્યાસ.જય મકવાણા તેમજ કમાન્ડો ધર્મેન્દ્ર ચાવડા સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જેમાં કલેકટર શ્રી ના હુકમ નો ભંગ કરનાર આસામી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી

Trending

Exit mobile version