Business

એક રિપોર્ટ અનુસાર વર્ષ 2029 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

Published

on

કોરોના મહામારી પછી ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. હવે ભારતીય સ્ટેટ બેંકે )પોતાના રિસર્ચ રિપોર્ટમાં ઇકોરૈપમાં  હ્યું કે ભારતને 2029માં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું ટેગ મળવાની સંભાવના છે. આ 2014 પછી 7 સ્થાન ઉપર જશે. 2014માં ભારતીય અર્થવ્યવસ્થાની રેન્કિંગ 10મી હતી.એસબીઆઈના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ચાલુ વિત્ત વર્ષ 2022–23ના પ્રથમ ક્વાર્ટરમાં 13.5 ટકા રહ્યો છે. જો આ ગતિ યથાવત્ રહેશે તો આ વિત્ત વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા રહેશે.

વિત્ત વર્ષ 2022-23 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટનો અંદાજ વર્તમાનમાં 6.7 ટકાથી 7.7 ટકા સુધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયામાં અનિશ્ચિતતાઓ વચ્ચે અમારું માનવું છે કે 6 ટકાથી 6.5 ટકાની વૃદ્ધિ ભારત માટે ન્યૂ નોર્મલ છે. વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. હાલ બ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે.

 

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version