Sihor
ભારત ભ્રમણ પર નીકળેલા વાપીના યુવકનું સિહોરમાં સન્માન
પવાત
સાયકલ ચલાવો, તંદુરસ્ત બનો, પ્રદૂષણ હટાવોના સૂત્ર સાથે વાપીના યુવકનું સમગ્ર ભારત ભ્રમણ ; સિહોરમાં પ્રવેશ કર્યો
સાયકલ ચલાવો, તંદુરસ્ત બનો, અને પ્રદૂષણ હટાવોના સૂત્ર સાથે વાપીના યુવકના યુવક સમગ્ર ભારતના ભ્રમણ સાથે સાઇકલ પ્રવાસે નીકળ્યો છે ત્યારે તેઓ સિહોર પોલીસ સ્ટેશનનો મહેમાન બન્યો છે ગત રાત્રીના સમયે સિહોર પોલીસ સ્ટેશન પાસે થી પસાર થનાર ભારત પ્રવાસ ખેડનાર યુવા સાયકલ વીર પરમવીર ભારતી ૨૦ માર્ચના રોજ તેના વતનથી સાયકલ સવારી સાથે ભારત દેશ પ્રવાસ માટે નીકળેલ છે.
ત્યારે તેઓ સિહોર પાસેથી પસાર થયો હતો અને પોલીસનો મહેમાન બન્યો હતો પોલીસે રાત્રી રોકાણ વિસામો ચા નાસ્તો ભોજનની વ્યવસ્થા કરી આપી હતી પરમવીર જણાવે છે કે હાલ ની પરિસ્થિતિ જોતાં યુવા ઓ માં હાર્ટએટેક ના પ્રોબ્લેમ તેમજ મોત નીપજતા હોય સાયકલ તેમજ કસરત ,યોગ નું મહત્વ ઘટતું ગયું અને યુવા પેઢી સાયકલ ને ભૂલી ગયા છે અને સામાન્ય કામ માટે બાઈક ઉપર નીકળી પડે છે.


ત્યારે આજના યુવાનો વ્યસન સાથે કુટેવ ધરાવનાર સામે લાલબત્તી સમાન બની છે જે અંગે યુવાઓ સહિત પર્યુષણ ,પ્રદૂષણ , તેમજ બાઈક મુક્ત સાથે સાયકલ ઉપર સ્કુલ.કોલેજ નોકરીયાતો તેમજ કોઈ કામ સબબ માટે વાહન મુક્ત સાથે સાયકલ ને મહત્વ આપવું રહ્યું.તેમજ આર્થિક બચાવ.શારીરિક તેમજ આરોગ્ય જળવાય અને પર્યુષણ પ્રદૂષણથી મુક્ત રહી નિરોગી બનીએ.