Bhavnagar

ભાવનગરમાં વીજળી પડતા એક યુવાનનું મોત

Published

on

પવાર

શહેરના પાનવાડી વિસ્તારમાં બનેલી ઘટના

ભાવનગર શહેરમાં શનિવાર એ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે શહેરના એક યુવાન ઉપર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા આકાશ જતીનભાઈ ઉં.વ. 25 નામનો યુવાન શહેરના બોર તળાવ ખાતે ફરવા ગયા હતા જે દરમિયાન અચાનક જ વરસાદ સાથે યુવકના માથે વીજળી પડતા આકાશને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી,જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સર.ટી. હોસ્પિટલ ખસેડ્યા હતા .જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આમ ભાવનગર શહેરમાં કમોસમી વરસાદ એ એક યુવાન નો ભોગ લીધો છે.

Trending

Exit mobile version