Sihor
સિહોર ખાતે બે દિવસીય કપોળ મહાજન સમાજનો યુવક-યુવતિ વેવિશાળ પરિચય પસંદગી મેળો સંપન્ન
પવાર
આજે રવિવારે બીજા દિવસે શહેરના અનેક શ્રેષ્ટિઓનું બહુમાન કરાયું, વેવિશાળ મેળાના બે દિવસ દરમિયાન અસંખ્ય યુવક યુવતી અને વડીલોએ ભાગ લીધો, સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ આયોજિત બંધન ખાતે અદભુત આયોજન કરાયું હતું.
સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ દ્વારા આયોજિત યુવક-યુવતિ વેવિશાળ પરિચય મેળાના આજના બીજા દિવસે શહેરના અનેક શ્રેષ્ટિઓનું બહુમાન કરાયું છે, બે દિવસ દરમિયાન અસંખ્ય યુવક યુવતી અને વડીલોએ મેળામાં ભાગ લીધો હતો આજના કાર્યક્રમના બીજા દિવસે ખાસ ઉપસ્થિત સિહોર પોલીસ અધિકારી પીઆઇ ભરવાડને કાર્યક્રમ અધ્યક્ષ ત્રંબકભાઈ પારેખ, પ્રકાશભાઈ મહેતા, તેમજ કેતનભાઈ મહેતા દ્વારા શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારી પીઆઇ ભરવાડએ કાર્યક્રમને લક્ષી જણાવ્યું હતું કે કપોળ મહાજન, કંસારા સમાજ તેમજ અમાર સમાજના દેવ એક જ છે કૃષ્ણ ભગવાન અને અમારા સમાજે ગોપાલને ઉછેર્યો અને તે બાળગોપાલ સ્વરૂપ આજ કૃષ્ણમય સાથે જયશ્રીકૃષ્ણ દ્વારકાધીશ તરીકે પૂજાય છે તેમજ આ સમૂહ પરિચય વેવિશાળ સંમેલનમાં વધુમાં વધુ યુવા યુવતીઓ જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી આ પરિચય વેવિશાળ સંમેલનમાં કંસારા સમાજના પણ યુવક યુવતીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, કંસારા સમાજના અશ્વિનભાઈ ગોરડિયાએ જણાવેલ કે બન્ને સમાજ કપોળ અને કંસારા તેમજ વેશ્નવસંપ્રદાય ને લઈ એક નાતો હોય કુદરતી રીતે હોય શકે અને કપોળ મહાજન તરીકે ઓળખાતા કપોળ સમાજ એટલે સિહોરના ભામાશા તરીકે ઓળખાય છે.
સમાજના મોભીઓ દ્વારા સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, પાણીના સ્ટેન્ડ, સહિત અનેક ઉદારતા ના ઉદાહરણ સામે છે, આ સમાજ ની એકતા, સંગઠીતતા, વિશ્વનીયતા અખંડ રહેલી છે અંતમાં અહીં દરેક દાતાશ્રીઓને સન્માનિત કરી બે દિવસીય પસંદગી મેળો સંપન્ન થયો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી