Sihor
પોક્સો એકટની જાગૃતિ માટે સિહોરની શાળા-કોલજોમાં વિશેષ માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ગોપીનાથજી કોલેજ ખાતે કાનૂની શિબિર માર્ગદર્શન, બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ અંગે નિષ્ણાત વકતાઓ જાણકારી-માર્ગદર્શન આપ્યું,ગોપીનાથ મહિલા કૉલેજ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ અને NGO ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિબિરમાં પોકસો અંગે ની માહિતી અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સરકાર દ્વારા સંચાલિત તમામ જિલ્લાના માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં વિશેષ કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં નિષ્ણાત વકતાઓ અને તજજ્ઞાો દ્વારા પોક્સો એકટની જોગવાઇઓ વિશે જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવી રહ્યું છે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ, NGO ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહિલા ગોપીનાથ કૉલેજના સયુંકત ઉપક્રમે પોક્સો અંગે ની કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
જેમા ગોપીનાથ મહિલા કોલેજના પ્રિન્સિપાલ યોગેશભાઈ જોષી દ્વારા શિબિર વિષે માહીતી આપ્યા બાદ સિહોર ન્યાય મંદિર ના PLV મેમ્બર હરીશભાઇ પવાર દ્વારા પોકસો અંગેની માહીતી આપી હતી તેમજ કાનૂની સહાય કોને મળી શકે તે માટે આનંદભાઈ રાણાએ માહિતગાર કર્યા હતા આભાર વિધિ કેશુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. બંધારણની જોગવાઈ અનુસાર કાનૂની સહાય કોને મળી શકે તેમજ અત્યારના સમયે વિધાર્થિનીઓ ઉપર થતાં અત્યાચારના બનાવ, છેડતીના બનાવ તેમજ ગંભીર બાબતના ગુન્હાઓ સંદર્ભે પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહીતી માટે આં શિહોર તાલુકા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ.