Sihor

ફરિયાદો સાંભળવા મળતી હતી ત્યાં ધાર્મિ‌ક વાતાવરણ ઊભું થયું ; સિહોર પોલીસ મથકે ભગવાન સત્યનારાયણની કથા યોજાઈ

Published

on

Pvar

સામાન્ય રીતે આપણા કોઇ પોલીસ મથકમાં તમે જાઓ તો, તમને પોલીસવાળાની ગાળાગાળી અથવા કોઇની ફરિયાદો સાંભળવા મળતી હોય પરંતુ ગઈકાલે મંગળવારે સાંજે સિહોર પોલીસ મથકમાં અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળતું હતું. આ પોલીસ મથકમાં સત્યનારાયણની કથા અને શ્લોક સાંભળવા મળતા હતા. જેથી વાતાવરણ ભક્તિમય લાગતું હતું. સતત વધતા જતા સ્ટ્રેસ અને દોડધામ વચ્ચે પોલીસ મથકમાં શાંતિ રહે તેના માટે પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા પોલીસ મથકમાં જ સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

A religious atmosphere arose where grievances were heard; Katha of Lord Satyanarayan was held at Sihore Police Station

વિકાસના દરેક ક્ષેત્રમાં હરણફાળ ફરી રહેલા ગુજરાતમાં વિસ્તારો પણ વધી રહ્યા છે અને પોલીસ મથકો પણ વધી રહ્યા છે. જોકે પોલીસ મથકો વધે પરંતુ પોલીસ સ્ટાફ વધતો જ નથી જેને કારણે પોલીસ પર કામનું ભારણ વધી ગયું છે. આ સતત દોડધામ અને સ્ટ્રેસવાળી લાઇફસ્ટાઇલને લઇને આ સ્થિતિમાં આ પોલીસ મથકમાં કાર્યરત પોલીસની તંદુરસ્તી જળવાઇ રહે ને કોઇ બીમારી ન આવે સાથે સાથે પોલીસ પરથી દબાણ પણ ઘટે તેના માટે ગઈકાલે મંગળવારે સાંજે પોલીસ મથકમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ મથકમાં રાખવામાં આવેલી સત્યનારાયણની કથાને લીધે ધાર્મિ‌ક વાતાવરણ જોવા મળતું હતું સાથે સાથે કથામાં અધિકારી સહિત સ્ટાફના તમામ પોલીસ મિત્રો કર્મીઓ સાથે બેસીની એક બીજા માટે સમય ફાળવવાથી ભાઇચારાની ભાવના પણ જોવા મળતી હતી. મિત્રોએ કથા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ૧૯૯૬ બાદ વર્ષ ૨૦૨૨ બાદ ૨૬ વર્ષે સિહોર પોલીસ મથક ખાતે સત્યનારાયણ કથાનું આયોજન સિહોર પોલીસ પરિવાર દ્વારા કરાયું હતું તેમાં પોલીસ અધિકારી પીઆઇ ભરવાડ તેમજ પીએસઆઇ ગૌસ્વામી પૂજા કરવા બેઠા હતા અન્ય સ્ટાફના કર્મીઓએ પણ જોડાઈ કથાનો લાભ લીધો હતો

Advertisement

Trending

Exit mobile version