Gujarat
ફેબ્રુઆરીમાં જ 40 ડીગ્રીનો રેકોર્ડ: દેશનું ‘હોટ કેપીટલ’ બનતું ભૂજ
દેવરાજ
- સમગ્ર દેશમાં સૌથી ઉંચુ 40.7 ડીગ્રી તાપમાન ભૂજમાં નોધાયું: હજુ ગરમી ભુકકા કાઢશે; એન્ટી-સાયકલોનિક સરકયુલેશનને કારણે 23 ફેબ્રુઆરી સુધી અસામાન્ય વધારો જારી રહેવાની સંભાવના
શિયાળાની વિદાય વહેલી થઈ ગઈ હોય તેમ કેટલાંક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વૃધ્ધિ થઈ છે. ત્યારે સમગ્ર દેશમાં પ્રથમ વખત તાપમાનનો પારો 40 ડીગ્રીન પાર થઈ ગયો છે. એટલુ જ નહિં દેશભરમાં સૌથી ઉંચુ તાપમાન ભુજમાં નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છનાં ભૂજમાં મહતમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયુ હતું તે સમગ્ર દેશનું સૌથી વધુ હતું. હવામાન વિભાગનાં સતાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગો ઉપરાંત પંજાબ, ઉતરાખંડ પૂર્વીય રાજસ્થાન, આંદામાન-નિકોબાર, કાશ્મીર, લદાખ જેવા ક્ષેત્રોમાં ન્યુનતમ તાપમાન નોર્મલ કરતાં 1.6 થી 3 ડીગ્રી ઉંચુ હતું. જયારે હિમાચલ તથા પશ્ચીમ રાજસ્થાનમાં 3 થી 5 ડીગ્રી ઉંચે પહોંચ્યુ હતું. મહતમ તાપમાનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતનાં અનેક ભાગોમાં ત નોર્મલ કરતાં 5 ડીગ્રી કે તેથી પણ વધુ ઉંચે પહોંચ્યુ હતું. આ સિવાય હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદાખ,ઉતરાખંડ, કોંકણ-ગોવા તથા તટીય કર્ણાટકનાં કેટલાંક ભાગોમાં પણ મહતમ તાપમાન નોર્મલ કરતા 5 ડીગ્રી કે તેથી વધુ ઉંચકાયું હતું.
તામીલનાડુ પોંડીચેરી સિવાય દેશમાં મોટાભાગના ક્ષેત્રોમાં મહતમ તાપમાન નોર્મલથી ઉંચુ રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આવતા પાંચ દિવસ માટે એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાત સહીતનાં ભાગોમાં ન્યુનતમ તાપમાનમાં 2 થી 4 ડીગ્રી તથા મહતમ તાપમાનમાં 3 થી 5 ડીગ્રીનો વધારો થવાની શકયતા છે. દરમ્યાન ખાનગી હવામાન નિષ્ણાંત દ્વારા એમ કહેવામાં આવ્યુ છે કે વિક એન્ડ સુધીમાં પશ્ચીમી ભારત પર એન્ટી-સાયકલોનીક સરકયુલેશન અત્યંત મજબુત થશે અને તેની અસરે દેશનાં અનેક ભાગોમાં 17 થી 23 ફેબ્રુઆરી દરમ્યાન અસામાન્ય ગરમી પડી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તથા રાજસ્થાનનાં કેટલાંક ભાગોમાં 35 થી 40 ડીગ્રી તતા હરીયાણા-દિલ્હીમાં 30 થી 35 ડીગ્રી તાપમાન રહી શકે છે. ભારતમાં ગુરૂવારે પ્રથમ વખત તાપમાન 40 ડીગ્રીથી વધુ થયુ હતું. ભુજમાં 40.3 ડીગ્રી હતું તાપમાનનાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પૂર્વે 19-2-2017 ના રોજ તાપમાન 39 ડીગ્રી થયુ હતું અને તે અત્યાર સુધીનો રેકોર્ડ હતો.