Bhavnagar

કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતાના પ્રાગટ્ય મહોત્સવ નિમત્તે ભાવનગરમાં કાઢી હતી શોભાયાત્રા

Published

on

મિલન કુવાડિયા

  • વીર માંધાતા ગ્રુપ ભાવનગર દ્વારા અનેક કાર્યક્રમો : ૧૦૦૮ મહામંડલેશ્વર ઋષિભારથી બાપુ સહિતના સંતો – મહંતો આર્શીવચન પાઠવ્યા

રવિવારના રોજ કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ હોઈ શ્રી વિર માંધાતા ગ્રુપ ભાવનગર દ્વારા વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં કરાયું આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૨૨ રવિવારે વિવિધ ધાર્મિક આયોજનો તેમજ શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં કરાયું હતું. આ કાર્યક્રમમાં શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઋષિભારથી બાપુ સહિતના સંતો – મહંતો ઉપસ્થિત રહી બધાને આર્શીવચન આપ્યા.

a-procession-was-taken-out-in-bhavnagar-on-the-occasion-of-the-famous-festival-of-ishtadev-mandhata-of-koli-society

વીરમાંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા સમસ્ત કોળી સમાજના ઇષ્ટદેવ સમ્રાટ વિર માંધાતા મહારાજના પ્રાગટય દિવસની ઉજવણી કરાઈ અને સંગઠન દ્વારા આયોજીત પ્રસંગે પ્રાગટય દિવસ નિમીત્તે તા. ૨૨ ને રવિવારે ભાવનગર શહેરના મુખ્યમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રા કાઢી હતી તેમજ આ પ્રસંગે સમાજના રાજકીય, સામાજિક શ્રેષ્ઠીઓ દ્વારા દુષણો, વ્યસનો, અંધશ્રધ્ધા, કુરિવાજો તથા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા માર્ગદર્શન અપાયું તેમજ કાર્યક્રમને લઈ મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટી પડ્યો હતો

Trending

Exit mobile version