Sihor

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે મહંત પૂ.ધરમદાસ બાપુની પ્રાર્થના સભા યોજાઈ

Published

on

Devraj

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આજે પરમ પૂજ્ય ધર્મદાસ બાપાની સેવક સમુદાય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા શહેર તેમજ તાલુકાના આજુબાજુના વેપારીઓ આગેવાનો અગ્રણીઓ અને બાપાના સેવક સમુદાય તેમજ તળાજા પાસે આવેલ મોટા ગોપનાથ મંદિર ના મહંત શ્રી આત્માનંદ સરસ્વતી સ્વામીજી ની વિશેષતા ઉપસ્થિતિમાં આજરોજ ધરમદાસ બાપુની પ્રાર્થના સભા યોજાઇ હતી A prayer meeting of Mahant P. Dharmadas Bapu was held at Bandhan Party Plot, Sihoreજેમાં બહોળી સંખ્યામાં સેવક સમુદાય બાપા ની પ્રાર્થના સભામાં જોડાયા હતા સિહોર નજીકના દેવગાણા ગામે ડુંગરવાળા ખોડિયાર મંદિર નાં મહંત પૂ .ધરમદાસબાપાનો દેહ પંચમહાભૂતપ વિલીન થતાં તેમના સેવક સમુદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.પૂ.બાપુના પાર્થિવ દેહને ચાણોદ નર્મદા નદીના કિનારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને હનુમાન ચાલીસાના પઠન સાથે અંતિમ વિદાય કરવામા આવી હતી.

Exit mobile version