Gujarat

12 સપ્ટેમ્બરે યોજાશે કોંગ્રેસના ધારાસભ્યોની મીટિંગ, બેઠકમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની ઘડાશે રણનીતિ

Published

on

બરફવાળા

વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક, સમી સાંજે ધારાસભ્યની મહત્ત્વની બેઠક બોલાવી

ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્ર પહેલા 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળશે, બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. 12 સપ્ટેમ્બરે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળવાની છે, જે બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે, આગમી 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે. 13 સપ્ટેમ્બરથી ત્રિદિવસીય ચોમાસા સત્રનો આરંભ થશે. જેમાં 11 જેટલા સુધારા વિધેયક બિલ ગૃહમાં રજૂ કરાશે.

A meeting of Congress MLAs will be held on September 12

સત્રના પ્રથમ દિવસે રાજ્ય સરકાર OBC કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે. ગૃહમાં કેટલાક બિલ પસાર થવાના છે જેના વિરોધને લઈ કોંગ્રેસ બેઠક યોજી રણનીતિ ઘડશે. આ વખતે વિધાનસભા સત્ર પેપરલેસ હશે. જેને લઈ થોડા દિવસ અગાઉ ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. જેને લઈ ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. વિગતો મુજબ આ સત્રમાં 5થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version