Sihor

સિહોરના સરકડિયાનાં પાદરમાં થી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

Published

on

દેવરાજ

સરકડિયા ગામમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, સિહોર પોલીસે કારનો પીછો કરી વિદેશી દારૂ બરામત કર્યો : દારૂની હેરાફેરીમાં અન્ય ચાર શખ્સના નામ પણ ખુલ્યા, પોલીસે પીછો કરી કાર મોબાઈલ વિદેશી દારૂ મળી કુલ રૂ ૭,૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લીઘો

A man was caught with a car full of foreign liquor from Padar in Sarkadia of Sehore

સિહોરના ટાણાના પાટીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાકીના આધારે સિહોર પોલીસે વોચ ગોઠવી કારને અટકાવવા જતા કાર નાસી છૂટી હતી સિહોર પોલીસે કારનો પીછો કરી સરકડીયા ના પાદરમાં પકડી તલાસી લેતા વિદેશી દારૂની બોટલ નંગ ૬૭૦ મળી આવતા પોલીસે કાર મોબાઇલ વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૭,૪૦,૨૦૦ નો મુદ્દા માલ સાથે એક શખ્સની ધરપકડ કરી

A man was caught with a car full of foreign liquor from Padar in Sarkadia of Sehore

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયાને મળેલી બાતમીના આધારે સિહોર પોલીસ સ્ટાફે ટાણા બેકડી પાટીયા પાસે વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલ કાર પર શંકા જતા કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો

A man was caught with a car full of foreign liquor from Padar in Sarkadia of Sehore

પરંતુ કારચાલક પોતાની કાર લઈને સરકડીયા જવાના રસ્તા તરફ નાસી છૂટ્યો હતો સિહોર પોલીસે કારનો પીછો કરી સરકડિયાના પાદરમાં ઝડપી પાડ્યો હતો કારની તલાસી લેતા કારની ડીકી માંથી વિદેશી દારૂની ૬૭૦ નંગ બોટલ ૫૦ પેટી વિદેશી દારૂ મળી આવતા સિહોર પોલીસે ચાલક સહિત વિદેશી દારૂ મોબાઈલ કાર જીપીએસ મળી કુલ રૂપિયા ૭,૪૦,૨૦૦ ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી. સિહોર પોલીસે ચાલક સહિત અન્ય ચાર શખ્સો વિરુદ્ધ નશાબંધી અધિનિયમ-૧ ૯૪૯ (સુધારો-૨૦૧૬) ની કલમ ૬૫(એ,ઇ),૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો નોધી વઘુ તપાસ હાથ ધરી હતી

Advertisement

Exit mobile version