Sihor
સિહોર ભાવનગર રોડ પરથી એક શખ્સ નંબર પ્લેટ વગરના એક્ટિવા સાથે ઝડપાયો ; તપાસ કરી તો ચોરીનું નીકળ્યું
પવાર
- એક્ટિવા ચોર ઝડપાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડના માણસોએ સિહોર ભાવનગર રોડ પરથી એક એક્ટિવા ચોરી કરતા ઈસમને ઝડપી લીધો હતો. એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભાવનગર તરફથી એક માણસ શંકાસ્પદ કાળા કલરની હોન્ડા એક્ટિવા સ્કુટર નંબર પ્લેટ વગરનુ લઇને આવી રહેલ હોવાની મળી આવેલ માહિતી આધારે તેની વોચમાં રહેતાં રાજપરા (ખોડિયાર) ખાતેથી મયુરસિહ બાબભા ગોહિલ ઉ.વ.29ને કાળા કલરની નંબર પ્લેટ વગરની એક્ટિવા સ્કુટર સાથે મળી આવતા તેના કેસ કાગળો માંગતા નહીં આપતા જેની ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં વાહન માલિક અંગેની માહિતી સર્ચ કરતાં આ સ્કુટરનાં માલિક કુસુમબેન સુનિલભાઇ આહુજાનું હોવાનું ખુલવા પામ્યું હતું.
આ શખ્સ પાસેથી મળી આવેલ સ્કુટર કિ.રૂ.30 હજાર ગણી કબ્જે કરી તેની પુછપરછ કરતાં સ્કુટર રાજકોટથી ચોરી કરેલ હોવાનું અને અન્ય ચોરી કરેલ સ્કુટર સિહોર પોલીસ સ્ટેશનમાં ડિટેઇન થઇ હોવાની કબૂલાત આપી હતી, જે અંગે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.