Sihor

સિહોરના ધ્રુપકા ભડલી રોડ પર લીંબુની વાડીમાં દેખાયો દિપડો

Published

on

દેવરાજ

  • શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણી દિપડાના આંટા ફેરા, ધ્રુપકા ભડલી રોડ પર આવેલ સંજયભાઈની વાડીમાં દેખાયો

સિહોર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અંદર છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણી દીપડાના આટા ફેરા જોવા મળે છે બે દિવસ પહેલા શહેરના ધુમડશા વિસ્તારમાં ડુંગર ઉપર દીપડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સાંઈબાબા સોસાયટીમાં પણ બે દિવસ પહેલા રાત્રી સમયે દિપડાએ દેખા દીધા હતા ગઈકાલે રાત્રે સિહોરના ધ્રુપકા બદલી રોડ ઉપર આવેલ ચોકડી પાસે સંજયભાઈ પરમારની વાડીમાં આવેલ લીંબુમાં દીપડાના આટા ફેરા જોવા મળ્યા હતા

a-leopard-was-spotted-in-a-lemon-grove-on-dhrupka-bhadli-road-in-sihore

આજુબાજુના વાડી વિસ્તારના લોકો ગભરાઈ જતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને જાણ કરવામાં આવી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા સંજયભાઈ પરમારની વાડીમાં દીપડાના સગડ જોવા મળ્યા હતા, દીપડાને વહેલી તકે પાંજરે પુરવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

Trending

Exit mobile version