Sihor

સિહોરના ચકલા ટીંબા ડુંગરે શનીવારે સમી સાંજે દિપડો દેખાયો – રહીશોમાં ફફડાટ

Published

on

દેવરાજ

દિપડો એ ફરી ડુંગર ખૂંદ્યો….

ફરી લોકોને રાત ઉજાગરા થવાના, ફોરેસ્ટ વિભાગમાં દોડધામ

ઓન ધ સ્પોટ રાત્રીના 8/20 કલાકે

સિહોરમાં છેલ્લા ઘણા સમયથી દિપડો પકડાયા બાદ દિપડાના આંટાફેરા બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં શનીવારે ફરી લાંબા સમય બાદ જુના સિહોરના દવેશેરી વિસ્તારની ઉપરની તરફ ડુંગરોમાં દિપડો દેખાતા લોકોમાં ફરી ફફડાટ ફેલાઈ ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી દિપડાના અવાજ સાંભળતા હતા તેવું અહીંના રહીશો નું કહેવું હતું.

Advertisement

A leopard was spotted at Chakla Timba Dungar in Sihore on Saturday evening - residents panicked.

 

મળતી વિગતો મુજબ દિપડો અહીં ડુંગર સિવાય ગૌતમેશ્વર તળાવ અને ડુંગરો તરફ પણ જોવા મળ્યો હતો. ફરી દિપડાના સિહોરમાં પગલાં પડતા ફોરેસ્ટ વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને દિપડા ને પકડવા ફરી કવાયત હાથ ધરી લીધી છે શહેરના પંડ્યા શેરી દવે શેરી વિસ્તાર ચંદ્રમોલેશ્વર મંદિર તેમજ ડુંગર ઉપર ચકલા ટીંબે દીપડો દેખાયો હતો જેથી લોકોને નાસભાગ મચી ગઈ હતી આ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પૂરતી તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

Exit mobile version