Sihor

સિહોર ખાતે કપોળ મહાજન સમાજનો યુવક-યુવતિ વેવિશાળ પરિચય મેળો યોજાયો

Published

on

પવાર

સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ આયોજિત બંધન ખાતે યુવક-યુવતિ વેવિશાળ પરિચય સંમેલનનું બે દિવસ આયોજન, શનિવારના પ્રથમ દિવસે સમાજના અનેક મહારથિઓ ઉપસ્થિત રહ્યા

સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે શનિવાર એ સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ દ્વારા આયોજિત યુવક-યુવતિ વેવિશાળ પરિચય મેળાનો શનિવાર થી પ્રારંભ થયો હતો, સમાજના યુવક-યુવતી માટે વેવિશાળ પરિચય કાર્યક્રમનું શનિવાર થી બે દિવસ આયોજન કરાયું હતો. શનિવાર ના પ્રારંભ સમાજના અનેક મોભીઓની ઉપસ્થિતિમાં શનિવાર થી શરૂ થયેલ પરિચય મેળામાં મોટી સંખ્યામાં અપરિણીત યુવક અને યુવતિઓ જોડાયા હતા.

A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore
A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore
A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore

આ પરિચય મેળામાં યુવક તેમજ યુવતિને કોઇપણ પસંદગી પાત્ર બે પાત્ર સાથે પરિવારની ટેબલ મીટીંગ કરાવવામાં આવી હતી. આજના સમયમાં જયારે યુવક-યુવતિના લગ્ન માતા-પિતા માટે ચિંતાનો વિષય બની ગયા છે. અને હવે વડીલોની મઘ્યસ્થી રહી નથી. ત્યારે આ પ્રકારના મેળાવડા યુવક અને યુવતિ માટે તેમના માતા-પિતા તથા સમાજના લોકો માટે ખુબ જ પ્રેરણાદાયક અને આર્શીવાદ રુપ છે. જેમાં ગુજરાતના મોટા શહેરો ઉપરાંત અન્ય શહેરોથી પણ ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો.

A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore
A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore
A large youth and youth introduction fair of Kapol Mahajan Samaj was held at Sihore

સમાજને ઉપયોગી થવા માટે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ આયોજિત યુવક-યુવતિને પોતાના જીવનસાથી પસંદ કરવા એક પ્લેટ ફોર્મ મળી રહે તે માટે બંધન પાર્ટી પ્લોટ ભાવનગર રોડ સિહોર ખાતે વેવિશાળ પરિચય કાર્યક્રમનું આયોજન કરેલ હતો . જે શનિવાર થી બે દિવસ ચાલનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા હતા.

Advertisement

Exit mobile version