Sihor

શક્તિસિંહ ગોહિલના પદગ્રહણ સમારોહમાં સિહોરના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે ; બેઠક મળી

Published

on

બરફવાળા

૧૮મી યોજાનારા પદગ્રહણ સમારોહને લઈ સિહોર કોંગ્રેસની હોટલ ગેલોર્ડ ખાતે બેઠક મળી, પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક થતા કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જાગ્યો

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકેની જાહેરાત થતાની સાથે જ સિહોર જ નહીં સમગ્ર જિલ્લાનો ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ 18 મી જુને પોતાનો કાર્યભાર સંભાળવાના છે આ પહેલા તેઓ ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીના ચરણોમાં શીશ ઝુકાવશે.

A large number of Sihore leaders will join the inauguration ceremony of Shaktisinh Gohil; Got a seat

18મી જૂને 10 કલાકે ગાંધી આશ્રમ ગાંધીજીના ચરણોમાં નમન કરી, પગપાળા રાજીવ ગાંધી ભવન ખાતે જઈ ચાર્જ સંભાળશે. આ વેળાએ ગુજરાતભરમાંથી કોંગ્રેસ કાર્યકરો તેમજ શુભેચ્છકો ઉમટી પડશે તેવી ધારણા દેખાઈ રહી છે સિહોરથી પણ કોંગ્રેસ આગવાનો આ કાર્યક્રમમાં જોડાશે જે અનુસંધાને એક બેઠક પણ ગેલોર્ડ હોટલ ખાતે મળી હતી જેમાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ, તેમજ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ ચુંટણી લડેલા ઉમેદવારશ્રીઓ,તમામ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટ એસ.સી.,એસ.ટી.,ઓબીસી,માઈનોરીટી,મહિલા,સેવાદળ,યુથકોંગ્રેસ, એન.એસ.યુ.આઈ ના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સિહોર શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ગોહિલે જણાવ્યું કે, શક્તિસિંહ ગોહિલ અમારૂ ઘરેણું છે.

A large number of Sihore leaders will join the inauguration ceremony of Shaktisinh Gohil; Got a seat
A large number of Sihore leaders will join the inauguration ceremony of Shaktisinh Gohil; Got a seat

અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે. અલગ-અલગ રાજ્યમાં તેઓ પ્રભારી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં તેમની પકડ ખૂબ જ સારી છે. તે ખૂબ જ અભ્યાસુ છે. સંગઠનાત્મક રણનીતિ ઘડવામાં પણ તેઓ ખૂબ જ કુશળ છે. સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીના અમે ખૂબ આભારી છે કે, તેઓએ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. આ નિર્ણયને કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધ્યો છે.

Advertisement

Exit mobile version