Bhavnagar

ડો.ધરમભાઈ જાનીનાં ક્લિનિક ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં બહોળી સંખ્યામાં રક્તદાન થયું

Published

on

કુવાડીયા

  • ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન ભુતા – રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા ‘વીરુ ક્લિનિક, ખેડૂતવાસ’ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

રક્તદાન સૌથી મોટાં દાન પૈકીનું એક છે, અત્યંત મુશ્કેલ હાલતમાં પહોંચેલું દર્દી જ્યારે આપણાં લોહીના દાનથી જીવિત રહી શકે ત્યારે તેનું મૂલ્ય સમજાતું હોય છે, આપણાં એક રક્તદાનથી ત્રણ વ્યક્તિનું જીવન બચાવી શકાય છે, વર્ષોથી આ સમગ્ર કાર્ય ભાવનગર સ્થિત રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, દરવર્ષે જિલ્લામાં અનેક રક્તદાન કેમ્પ કરીને આગોતરા લોહી સંગ્રહનું કાર્ય કરે છે

A large number of blood donations took place in the blood donation camp held at Dr. Dharambhai Jani's clinic

ત્યારે આજે ભાવનગરના ખેડૂતવાસ ખાતે શ્રી ઉત્તમ એન ભુતા – રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા ‘વીરુ ક્લિનિક, ખેડૂતવાસ’ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, રક્તદાન કરનાર તમામ લોકોને સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી સુમિતભાઈ ઠક્કર અને ડો. કાર્તિકભાઈ દવે દ્વારા સન્માનિત કરાયા હતા, ઊપરાંત આ વિસ્તારમાં ડૉ.ધરમભાઈ જાની દ્વારા સુચારુ રીતે આરોગ્યલક્ષી કાર્યો કરવા બદલ તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.

A large number of blood donations took place in the blood donation camp held at Dr. Dharambhai Jani's clinic

રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા જરૂરિયાતના સમયમાં સામે બ્લડ જમા કરાવ્યા વિના જ બ્લડ આપવામાં આવે છે, તેમજ અનેકવિધ આરોગ્યલક્ષી અને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ડો.ધરમભાઈનાં આ આયોજનથી પ્રેરણા લઈને સૌ કોઈ તેમનાં યાદગાર પ્રસંગો પર બ્લડ કલેક્શન માટે રેડક્રોસનો સંપર્ક કરી શકે છે, જેના માટે 9429406202, 9825566642 પર સંપર્ક કરીને રક્તદાન શિબિરનું આયોજન કરવા માટે રેડક્રોસ સોસાયટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Exit mobile version