Sihor

સિહોર નગરપાલિકા પાસે પેટ માટે જોખમી કરતબ બતાવી પેટિયું રળતી બાળકી સાથે લાચાર માતા

Published

on

દેવરાજ

ચૂંટણી ટાણે એક પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે કે ઉચ્ચ શિક્ષણ ના વાયદાઓ કરી વાહવાહી માટે કરોડો નો ધુમાડો કરી શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરતી સરકાર ને લપડાક મારતી આવી તસવીરો વારંવાર જોવા મળે છે, આજે સવારે સિહોર નગરપાલિકા કચેરી પાસે દોરી પર સાઇકલ ની રિંગ સાથે જોખમી કરતબ દેખાડતી આ બાળકી નું શું ભવિષ્ય …? એ સવાલ નો જવાબ કદાચ ચૂંટણી ટાણે ઠાલા વચનો આપતી કોઈજ સરકાર પાસે નહિ હોય ત્યારે ભારત માંથી ગરીબી હટાવો ના સૌથી જુના સૂત્ર ના ધજ્જિયા ઉડાડતી આવી તસવીરો તો વારંવાર જોવા મળે છે

A helpless mother with a belly-crawling baby girl performed dangerous stunts near Sehore Municipality

પરંતુ ગરીબી નહિ બલ્કે ગરીબો ને હટાવવા ના પેતરા હોય એમ આજની આ કારમી મોંઘવારી માં માધ્યમ અને ગરીબ વ્યક્તિઓને બે ટંક સરખું ભોજન પણ નસીબ નથી હોતું અને કેટલાય ગરીબો આત્મહત્યા જેવા પગલાં ભરતા એમનું બાકીનું પરિવાર તૂટી જતું હોય છે ત્યારે આપણા દેશ માં એક પણ બાળક શિક્ષણ થી વંચિત નહિ રહે ના સૂત્રો સાથે ચૂંટણી પ્રચાર કે અન્ય ફાયદાઓ મેળવતી સરકાર અને સરકાર ના અમુક પ્રતિનિધિયો માટે આવી તસવીરો લપડાક સમાન કહેવાય જોકે બાળ મજુર માટે પણ કાયદો અમલમાં મુક્યો છે

A helpless mother with a belly-crawling baby girl performed dangerous stunts near Sehore Municipality

 

ત્યારે એનો અમલ ક્યાં અને કેટલો થતો હશે…? શું છે કોઈ બેલી આવી ગરીબ બાળકીઓ કે મહિલાઓ નું…? કોઈએ સાચું જ કહ્યું છે કે આ દુનિયામાં બધા અનર્થ થવા પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો એ પેટ છે. આપણા નાનકડા પેટનો ખાડો પૂરવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય છે. પરંતુ હજુ સુધી કોઈનુય પેટ ભરાયું નથી. આજે સૌ પેટ માટે વૈતરા કરતા નજરે પડે છે. મનુષ્ય સતત વેઠ કરતો રહે છે પરંતુ પેટનો ખાડો પૂરાતો નથી. આ કહેવત એ આપણા મનુષ્ય જીવનની એક કરુણતાને દર્શાવે છે. કામ કરતા નાના બાળકો અને વૃદ્ધોને જોઈએ એટલે સમજાય છે

Advertisement

A helpless mother with a belly-crawling baby girl performed dangerous stunts near Sehore Municipality

કે સાચે જ પેટ કરાવે વેઠ. શહેરના અનેક સ્થળોએ આ બાળકી કસબ કરી લોકોને રઝિવવાનો પ્રયાસ કરતી દેખાય છે. ગરીબ પરિવારોને પેટનો ખાડો પૂરવા કંઇ કેટલીય પળોજણ કરવી પડે છે. બાળકોની ભણવાની અને રમવાની ઉંમરમાં પરિવારના ગુજરાન માટે દોરડા પર ચાલવા જેવા કરતબ કરવા પડે છે. જેનાથી લોકો રઝિાય તો એક ટંક ટુંકી થાય છે. સરકાર ગરીબી નાબૂદી અને શિક્ષણના વ્યાપ માટે અનેક યોજના બનાવે છે. પરંતુ આ દ્દશ્ય જોઇએ ત્યારે અનુભવાય છે કે યોજનાઓ જેને માટે બની છે તેને હાંસિયામાં ધકેલી નેતાઓ કોનું ભલુ કરે છે!

આને શું ગણવુ.?

લારી પર કામ કરતા બાળ મજૂરોને છોડાવાય છે.આવાં કરતબ કરતા ભૂલકા બાળમજૂરીની વ્યાખ્યામાં આવતા નથી?

Trending

Exit mobile version