Bhavnagar

ભાવનગર હોટલ બઝીલ ખાતે જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન સોની કેમેરાનો ભવ્ય વર્કશોપ યોજાયો

Published

on

આજે ગુરુવારના રોજ ભાવનગરની હોટલ બઝિલ પાર્ક ખાતે સોની કેમેરાનો વર્કશોપ ફોટોગ્રાફર એસોસિએશન તેમજ શ્રી માતંગી ફોટો સેલ્સ દ્વારા યોજાયો હતો.

સોનીના વર્કશોપ માં ભાવનગર ફોટોગ્રાફર એસોસીએશન તેમજ તેમના પ્રમુખ શ્રી કાળુભાઈ જાંબુચા તેમજ માતંગી ફોટો સેલ્સ દ્વારા પધારેલા હતા. ભાવનગર જિલ્લાના તમામ ફોટોગ્રાફરોનું સ્વાગત કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં સોની કેમેરાના મેન્ટર શ્રી સુધાકરભાઇ દ્વારા ખૂબ જ ઉપયોગી અને સુંદર માહિતી તેમજ કેમેરા ઓપરેટિંગ ની ઉપયોગી તમામ માહિતી આપવામાં આવી આ વર્કશોપમાં ભાવનગર તથા ભાવનગર જિલ્લાના ફોટોગ્રાફરોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને આયોજન ખૂબ જ સુંદર અને સફળ રહ્યું આ કાર્યક્રમનું સંચાલન ભાવનગર ફોટોગ્રાફર એસોસિયનના મહામંત્રી શ્રી શૈલેન્દ્રસિંહ પરમાર અને ખજાનચી શ્રી ભાવેશભાઈ કોટેચાએ કર્યું કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી વિપુલભાઈ વડોદરિયા તેમજ દીપભાઈ વડોદરિયા એ કરી અને સર્વ ફોટોગ્રાફર એ સાથે ભોજન લીધું હતું.

 

Exit mobile version