Sihor

ભક્તિસભર માહોલ વચ્ચે ભવ્ય પોથીયાત્રા નીકળી, સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં રંગેચંગે ધ્વજા આરોહણ કરાયું – પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ રહ્યા હાજર

Published

on

કુવાડીયા

સ્વ.કાનાભાઈ ભાણાભાઈ ચાવડા પરિવાર દ્વારા મોંઘીબાની જગ્યામાં કરાયું ધ્વજા આરોહણ

A grand Potiyatra took place amid devotional atmosphere, colorful flags were hoisted in the inspiring presence of Santo Mahant - Former MP Rajendrasinh Rana was also present.

સિહોરમાં આવેલ પૂજ્ય મોંઘીબા ની જગ્યામાં આજરોજ સ્વ.કાનાભાઈ ભણાભાઈ ચાવડા પરિવાર દ્વારા ઈષ્ટદેવ મુરલીધર ભગવાન તેમજ કુળદેવી શ્રીચામુંડા માતાજીની અસીમ કૃપા તથા સદગુરુ શ્રીજીણારામ મહારાજના આશીર્વાદથી ધ્વજા આરોહણ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે ભવ્ય પોથીયાત્રા અને ભજનના તાલે રંગેચંગે ધ્વજાનું સામૈયું કરીને આજે સવારે ૯:૩૦ કલાકે ધ્વજા પૂજન કરવામાં આવ્યું હતું અને ૧૧ કલાકે મંદિરના શિખર ઉપર ધ્વજા આરોહણ કરવામાં આવી હતી. આ ધ્વજા આરોહણ કાર્યક્રમમાં મહંત શ્રી પૂ.જીણારામ બાપા તેમજ સંતો મહંતો પ્રેરક હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા

A grand Potiyatra took place amid devotional atmosphere, colorful flags were hoisted in the inspiring presence of Santo Mahant - Former MP Rajendrasinh Rana was also present.

સાથે જ ભાવનગર પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને ધ્વજા આરોહણ નો લાભ લીધો હતો. આહીર સમાજના આગેવાનો પણ અહીં આ વિશેષ પ્રસંગે હાજરી આપીને ધ્વજા આરોહણ માં જોડાયા હતા અને શુભાષિશ મેળવ્યા હતા. સાથે જ ચાવડા પરિવાર ના કુટુંબીજનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Exit mobile version