Sihor

સિહોર જાની કાનજી મહાદેવ ફાઉન્ડેશન તેમજ શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ ના સહયોગ થી નિ:શુલ્ક ન્યુરોલોજી નિદાન કેમ્પ યોજાયો.

Published

on

હરિશ પવાર
સિહોર ખાતે કુંજગલી પાસે આવેલ “માનવ સેવા એજ પ્રભુ સેવા” ના સૂત્ર ને સાર્થક કરતા જાની કાનજી મહાદેવ ફાઉન્ડેશન અને શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામના સહયોગ થી ની.શુલ્ક ન્યુરોલીજસ્ટ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ડૉ.પ્રકાશ ભટ્ટ (કન્સલન્ટન્ટ ન્યુરોલોજિસ્ટ),મગજ, ચેતાતંતુ,કરોડરજ્જુ, અને સ્નાયુરોગ ના નિષ્ણાંત દ્વારા વિનામૂલ્યે નિદાન કરવામાં આવેલ આ સાથે શ્રી બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ના હેડ સુરેશ પરસવાણી એ જણાવેલ કે ખાનગી હોસ્પિટલ ન્યુરોલોજીસ્ટ ફી આશરે રૂ.૧૨૦૦ થી વધુ થવા પામે છે

A free Neurology Diagnosis Camp was organized with the support of Sihor Jani Kanji Mahadev Foundation and Shri Bajrangdasbapa Arogyadham.

પરંતુ જાની કાનજી મહાદેવ ફાઉન્ડેશન સંસ્થા એક ,”માનવ સેવા એજ પ્રભુ સેવા “ના કાર્ય ને બિરદાવી હતી ડૉ.કલ્પેશ દેસાઈ દ્વારા ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ટોકન ચાર્જ સાથે સેવા આપે છે

A free Neurology Diagnosis Camp was organized with the support of Sihor Jani Kanji Mahadev Foundation and Shri Bajrangdasbapa Arogyadham.

જેને લઇ શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ પણ આ સંસ્થા માટે સહયોગ આપી ની: શુલ્ક સેવા આપવા તત્પરતા બતાવેલ જેમાં ડૉ.પ્રકાશ ભટ્ટ,બલભદ્રસિંહ, અજયભાઇ,વિજયભાઈ વાઘેલા, ધવલભાઈ ગરણીયા દ્વારા સેવા આપવા માં આવેલ તેમજ સિહોર જાની કાનજી મહાદેવ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શિરીષભાઈ ભૂતા,અલ્કેશભાઈ,હાર્દિકભાઈ મુની તેમજ ડૉ.કલ્પેશ દેસાઈ દ્વારા જહેમત ઉઠાવેલ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓ એ લાભ લીધો હતો

Exit mobile version