Gujarat

અમદાવાદમાં બિલ્ડીંગના 7મા માળે લાગી આગ, બાળકીનું મોત

Published

on

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ઓરચીડ ગ્રીન ફ્લેટના સાતમા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. 15 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાંથી 5 સભ્યો તો ઘરની બહાર નીકળી ગયા હતા પરંતુ એક સગીરા ઘરમાં જ ફસાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત કરીને સગીરાને જીવતી બહાર કાઢી હતી પરંતુ ગંભીર રીતે દાઝી જવાના કારણે સગીરાનું મોત નીપજ્યું હતું.

a-fire-broke-out-on-the-7th-floor-of-a-building-in-ahmedabad-a-girl-died

આગ લાગવાનું કારણ અકબંધ
ઘટનાને પગલે ફાયરની ટીમ આઠમા માળે પહોંચી દોરડા મારફતે સાતમા માળે પહોંચ્યા હતા, ત્યાથી દરવાજો તોડીને સગીરને બચાવી હતી અને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. પરંતુ અતિશય દાઝી જવાના કારણે હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું છે. આગ કેમ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

a-fire-broke-out-on-the-7th-floor-of-a-building-in-ahmedabad-a-girl-died

ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે
આગની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટનામાં 4 લોકો તો બહાર નીકળી ગયા પરંતુ 1 સગીરાનું મોત નીપજ્યું છે.

Exit mobile version