Sihor

સિહોર કંસારા બજારમાં આવેલ દેદારજીના કુવા નજીક આગનું છમકલું

Published

on

દેવરાજ

  • ટીસી નીચે આવેલ સેક્શન બોર્ડમાં ધુમાડા નીકળતા પી.જી.વી.સી.એલ અને ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર

સિહોરના કંસારા બજાર દેદારજી કૂવા સામે આવેલ વીજપુરવઠો સપ્લાય કરતા ટીસી નીચે આવેલ સેક્શન બોક્સ માં ધુમાડા નીકળતા જે અગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગ તેમજ ટાઉન પી.જી.વી સી.એલને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા આગ ને પાણી મારો ચલાવી આગ ને કાબુ માં લીધેલ અને વીજ લાઈન બંધ હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

A fire broke out near Dedarji's well in Sihore Kansara Bazar

ત્યારે ચર્ચાયા મુજબ કોઈ ટીસી પાસે કચરા ના આગ ને લઈ આ ધીમે ધીમે પ્રસરી હતી જે આ વીજના કેબલ માં આગ ને લઈ સેક્શન બોક્સ ના કેબલ સુધી આગને લઈ કેબલ સહિત ને નુકશાન થયેલ. જ્યારે સિહોર ફાયર વિભાગ અને પી.જી.વી.એલ ની સંયુક્ત કામગીરી ને લઈને મોટી દુર્ઘટના થતા બચી હતી

Exit mobile version