Sihor
સિહોર સાથે પંથકના કેટલાક ગામોમાં મોડી સાંજે પવનની આંધી ફૂંકાઈ – વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું
પવાર
સિહોર અને પંથકના કેટલાક ગામો આજે સૂર્યાસ્ત પછી વિજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું શહેર અને જિલ્લાભરમાં આજે દિવસ પર વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું હતું.અને મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો ગોહિલવાડ પંથકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે
ત્યારે આજે દિવસભર શહેર અને જિલ્લામાં ધબડિયું વાતાવરણ રહેવા પામ્યું હતું સિહોર શહેરમાં આજે સાંજે વરસાદનું ભારે ઝાપટું વરસી ગયું હતું તેમજ કેટલા ગ્રામ્ય પંથકમાં પણ વરસાદનું ઝાપટું વરસી ગયું હોવાનું જાણવા મળેલ છે.
તદુપરાંત મોદી સાંજના સમયે મોસમે અચાનક મિજાજ બદલ્યો હોય તેમ ભારે પવન ફુંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો
આકાશમાં વિજળીના પ્રચંડ અવાજો સાથે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસતાં તાલપત્રી વગેરેથી ઢાંકવા દોડધામ મચી હતી. વરસાદ પડતા રોડ રસ્તા પર થી પાણી વહી ગયા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી