Talaja

તળાજા હાઇવે પર વર્ષોથી નિરાધાર જીવન જીવતા દિવ્યાંગ યુવાનનું મહારાષ્ટ્રમાં પરિવાર સાથે મિલન થયું.

Published

on

સલીમ બરફવાળા

આપણે રસ્તે ચાલતાં જતાં ઘણા એવા લોકોને જોઈએ છીએ જે મેલાં ને ફાટેલાં-તૂટેલાં કપડામાં, વાળ દાઢી વધારીને ફૂટપાથ પર અવાક થઈને બેઠા હોય છે. આપણે એમને લગભગ જોઈને પણ નજર અંદાજ કરીએ છીએ. બાળકો તેને ‘બાવા’ તરીકે ઓળખે છે. ઘણાં લોકો તેને ભિક્ષુક, માગવા વાળા પણ કહે છે અને એવું પણ માને છે કે એ આપણા જેવો સામાન્ય માણસ નથી. આપણે તેઓની ક્યારેય નોંધ લેતાં નથી. કે એ કોણ હશે? એનો પરિવાર ક્યાં હશે? એ કેમ અહીં, આ હાલતમાં છે? એનાં કારણ ઘણા હોય શકે પહેલું એ કે, આપણે વ્યસ્ત છીએ. આપણે ઓફિસે, મંદિરે, મોલમાં, થિયેટરમાં કે બીજે ઘણે પણ જતાં હોઈએ છીએ. બીજું આપણું કહેવાતું સ્ટેટસ જે આપણને એની સાથે વાત કરતાં રોકે છે પણ અહીં વર્ષો થી નિરાધાર જીવન જીવતા દિવ્યાંગ યુવાનનું મહારાષ્ટ્રમાં પરિવાર સાથે મિલન થયું છે તળાજા તાલુકાના ગામ હાઇવે નજીક વર્ષો થી રસ્તા ઉપર નિરાધાર જીવન જીવતા અને બંને પગ વગર ના યુવાન ભટકી રહ્યો હતો ત્યારે ધારડી ગામ ના સરપંચ જયરાજસિંહ ગોહિલની નજર તેના ઉપર પડતાં તેઓ એ આ યુવાનની સેવા કરવા સમર્પણ ફાઉન્ડેશન તળાજા નો સંપર્ક કરતા સેવાભાવી યુવાન વૈભવ જોશી અને પ્રકાશ મકવાણા સહિત મિત્રો ઘટના સ્થળે દોડી ગયા હતા સંદીપ કુમારને પગ ન હતા.તે ભિક્ષા માંગીને સાઇકલ ઉપર જીવન જીવતો હતો.

a-disabled-youth-who-lived-a-destitute-life-on-the-talaja-highway-for-years-was-reunited-with-his-family-in-maharashtra

લોકોએ આપેલી પોતાની પાસે રોકડ રકમ પણ હતી પરંતુ પોતે બંને પગ વગર નો હોવાથી પોતાના વતનમાં પોતાના પરિવાર પાસે જઈ શકતો ન હતો, અને લાચાર અને મજબૂર હતો.આ સેવાભાવિ યુવાનો એ પ્રથમ રહેવા જમવા તેમજ કપડાંની વ્યવસ્થા કરી આપી હતી. તેમને આ સ્થળ પર કઈ રીતે પહોંચ્યા તેવું પૂછતા સંદીપ કુમારે જણાવ્યું હતું કે કોઈ તેમના પરિચિત ટ્રક ચાલક સાથે તેઓ પીપાવાવ બંદર ખાતે આવ્યા જ્યાં તેઓએ હોટલમાં જમવા માટે ઉતર્યા હતા બાદ ત્યાંથી ટ્રક ચાલકનો સંપર્ક છૂટ્યો હતો બાદ તેઓ રોડ પર ફરતા ફરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી પહોંચ્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હવે હું થાકી ગયો છું, લાચાર છું, રસ્તા ઉપર નિરાધાર જિંદગી નથી જીવવી મારે મારા ઘરે જવું છે, ત્યારે તળાજા સમર્પણ ફાઉન્ડેશનના વૈભવ જોષી, પ્રકાશ મકવાણા પોતાની કાર લઇ 1200 કિમી નો પ્રવાસ કરી મહારાષ્ટ્રના નાંડેડ જિલ્લાના બલીરામપુરા ખાતે ગયા હતા. અને ત્યાં આ યુવાને આપેલ સરનામું ઉપર સંપર્ક કરતા તેમના પરિવાર સુધી પહોંચ્યા હતા અને તેમના પરિવાર સાથે આ યુવાનનું મિલન કરાવ્યું હતું. આ યુવાનની ભેગી કરેલી રકમ પણ પરિવારને સોંપી હતી. ઘણા સમય પછી પરિવાર સાથે મિલન થતાં યુવાનનું હૈયું હાથમાં રહ્યું ન હતું તેમના સ્વજનો એ જણાવ્યું હતું કે અમે ઘણી તપાસ કરી પરંતુ કોઈ રીતે સંદીપ કુમારનો સંપર્ક થયો ન હતો આ તેનું મિલન થતાં સૌ કોઈની આંખોમાં હર્ષના આસું સરી પડ્યા હતા અને સેવાભાવી યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો

Trending

Exit mobile version