Bhavnagar

શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે આંગણવાડીના બાળકો અને માતાઓ માટે બાળ મેળો યોજાયો

Published

on

ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર જિલ્લા પંચાયત સંકલિત બાળ વિકાસ યોજના શાખા અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આંગણવાડીનાં બાળકો, કાર્યકરો તથા માતાઓ માટે એક દિવસીય ભૂલકાં- મેળો આયોજિત કરવામાં આવ્યો હતો.આ મેળામાં ભાવનગર જિલ્લાની આંગણવાડીનાં ૨૦૦ થી વધુ બાળકો તથા માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

a-child-fair-was-organized-for-the-children-and-mothers-of-the-anganwadi-under-the-initiative-of-shishu-vihar-sanstha

ભાવનગરનાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરુભાઇ ધામેલીયા, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, તથા સી.ડી. પી.ઓ.ની ઉપસ્થિતીમાં શહેર તથા ગ્રામ્ય વિભાગના બાળકોએ અભિનય પ્રસ્તુતિ કરી હતી.

a-child-fair-was-organized-for-the-children-and-mothers-of-the-anganwadi-under-the-initiative-of-shishu-vihar-sanstha

આ પ્રસંગે બાળકોએ તૈયાર કરેલ ચિત્રોથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૂલકાઓ સાથે શિશુવિહાર બાલમંદિરના શિક્ષક શ્રી પ્રીતિબેન, અંકિતાબેન, કમલાબેન, ઉષાબેન દ્વારા બાળકો અને તેના વાલીઓને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડ્યાં હતાં.

a-child-fair-was-organized-for-the-children-and-mothers-of-the-anganwadi-under-the-initiative-of-shishu-vihar-sanstha

આ પ્રસંગે શિશુવિહાર સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ એ ઉપસ્થિત વાલીઓને બાળ ઉછેરમાં પોષક આહાર વિષેની જાણકારી આપી હતી. સ્વ. શ્રી શૈલાબેન પ્રફુલભાઈ સૂચક તાલીમ કેન્દ્રના ઉપક્રમે યોજાયેલ પ્રવૃત્તિનું સંકલન આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેને તથા શિશુવિહારના સંયોજકશ્રી હીનાબેને કર્યું હતું.

-સુનિલ પટેલ

Advertisement

Trending

Exit mobile version