Rajkot

ભાવી શિક્ષકની પરીક્ષા આપવા ગયેલ કોળિયાકનો પરિક્ષાર્થી મોબાઈલ સાથે ઝડપાયો

Published

on

રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલમાંથી ચાલુ પરિક્ષાએ રિંગ વાગીને ભાંડો ફૂટ્યો : સુપરવાઇઝરે ફોન જપ્ત કરી પરીક્ષા પૂર્ણ કરવા દીધી : પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી

ગઇકાલે રાજકોટ સહિત રાજ્યના પાંચ શહેરમાં તા.25 ના ભાવિ શિક્ષક માટેની ટેટની મુખ્ય પરીક્ષા સવાર અને બપોરે એમ બે સેસનમાં યોજાઈ હતી. જેમાં ભાવનગરના કોળિયાકથી પરીક્ષા આપવા આવેલ પરિક્ષાર્થી મોબાઈલ ફોન સાથે ઝડપાયો હતો. તેના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોનમાં રિંગ વાગતાં ભાંડો ફૂટ્યો હતો. પરિક્ષાર્થી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે રાજકોટના ભોમેશ્વર પ્લોટ શેરી નં.9 માં રહેતાં કેરલબેન જોસેફ ફર્નાન્ડીસ (ઉ.વ.35) એ ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ ગાયકવાડી-5 માં આવેલ સાધુ વાસવાણી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેઓ સવારે 9 વાગ્યાથી સાધુ વાસવાણી સ્કુલમાં ટેટ મેન્સ પરીક્ષા હોય તેમાં સુપરવાઇઝર તરીકે ફરજ પર હતાં. અને પરીક્ષા સવારે 10:30 થી 1 સુધીની હતી.

a-candidate-for-cholera-who-went-to-take-the-future-teacher-exam-was-caught-with-a-mobile-phone

તેમા અલગ-અલગ જીલ્લાના પરીક્ષાર્થી પરીક્ષા આપવા માટે આવેલ હતા અને તેમની નોકરી સુપરવાઇઝર તરીકે બ્લોક નંબર-4 માં હતી. તે ક્લાસ રૂમમાં બેઠક ક્રમાંક નંબર 1112261 થી 1112290 એમ કુલ-30 પરીક્ષાર્થી પરીક્ષા આપવા બેઠા હતા. દરમ્યાન કલાક 11:18 વાગ્યાના અરસામાં બેઠક ક્રમાંક નંબ2 112265 વાળા પરીક્ષાર્થીના પેંટના ખિસ્સામાં રાખેલ મોબાઇલની રીંગ વાગતા તુરત જ તે પરીક્ષાર્થીએ તેને પોતાનો મોબાઇલ આપવા આવેલ પણ તેઓએ તે મોબાઈલ રીસીવ કરેલ ન હતો અને પરીક્ષાર્થીનુ નામ પુછતા તે ભાવનગરના કોળિયાંક ગામનો ઉમેશભાઈ ભલાભાઇ દિહોરા (ઉ.વ.25) હોવાનું જણાવ્યું હતું. વધુમાં ફરિયાદીએ ઉમેર્યું કે, તેની પાસેથી વન પ્લસ કંપનીનો મોબાઇલ હતો તે ફોન લીધેલ અને પરીક્ષાર્થીને પરીક્ષા આપવા દિધેલ હતી. જેમની સામે પોલીસ કમિશ્નરે બહાર પડેલ જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે મોબાઈલ સાથે પકડાયેલ પરિક્ષાર્થી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Trending

Exit mobile version