Sihor

સિહોર ખાતે નિરામયા સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર તથા સંસ્કૃતિ સ્કૂલનાં સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

Published

on

પવાર

  • કેન્સરથી ડરવાનું નહિ કેન્સર મટી શકે છે ; ડો નીરજ થડેશ્વર

કેન્સર એટલે કેન્સલ નહિ જ, કેન્સરથી ડરવાનું નથી, કેન્સર મટી શકે છે. આ વાત સિહોર ખાતે યોજાયેલ સેમિનારમાં ડો નીરજ થડેશ્વર કરી છે સમગ્ર દુનિયામાં કેન્સરનો અતિશય ફેલાવો થઈ રહ્યો છે એક રિસર્ચ મુજબ આખી દુનિયામાં કેન્સરના દર્દીઓ સહુથી વધુ ભારતમાં જોવા મળે છે. એમાં સહુથી વધુ ગુજરાતમાં અને ગુજરાતમાં સહુથી વધારે ભાવનગર જિલ્લામાં કેન્સરનું પ્રમાણ સહુથી વધારે છે.

a-cancer-awareness-seminar-was-organized-jointly-by-niramaya-siddhivinayak-medical-center-and-sankruti-school-at-sihore

જે આપણા માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે. કેન્સર અટકે પણ છે, અને મટે પણ છે, કેન્સર પુસ્તકના લેખિકા વર્ષાબહેન જાની કેન્સર જાગૃતિ માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે તો એ માટેનો સંવાદ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન,”નિરામયા “.

a-cancer-awareness-seminar-was-organized-jointly-by-niramaya-siddhivinayak-medical-center-and-sankruti-school-at-sihore

શ્રી સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સિહોર ખાતે ડૉક્ટર મિત્રો, સામાજિક આગેવાનો ,વેપારી મહાજનો સાથે કૅન્સર જાગૃતિ અંગેની ગોષ્ઠી તારીખ ૨૧-૧૨-૨૨ બુધવારે સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યા મંજરી જ્ઞાનપીઠ, અલકાપુરી,રાજકોટ રોડ સિહોર ખાતે રાખવામા આવ્યો હતો આ કેમ્પમાં કેન્સરના જાણીતા કાઉન્સિલર પ્રો.વર્ષાબેન જાની ,નિષ્ણાત કેન્સર સર્જન નીરવ થડેશ્વર,સિનિયર ફીઝીજિયન ડો. રાજીવ ઓઝા,ડો. કૃણાલ તલસાણીયા , હેડ એન્ડ નેક કેન્સરના નિષ્ણાત ડો. અશોક બારૈયા ,ડેન્ટિસ્ટ ડો. અર્પિત ઓઝા, અંગદાન મહાદાન અભિયાનના શ્રી જતીનભાઈ ઓઝા ,શ્રી અશોક્ભાઈ ઉલ્વા,તથા શ્રી રાજુભાઈ દેસાઈ વગેરે ભાગ લીધો હતો.

a-cancer-awareness-seminar-was-organized-jointly-by-niramaya-siddhivinayak-medical-center-and-sankruti-school-at-sihore

જેમાં ખાસ કેન્સર ના પ્રસિદ્ધ ડૉ.નીરજ થડેશ્વર દ્વારા ખૂબ જ કેન્સર અંગે ની મુદ્દાસર ચર્ચાઓ કરેલ તેમજ સ્થાનિક ડોકટરો સહિત કેન્સર અંગે ના પ્રશ્નોતરી નો વિગતવાર માહિતી આપી હતી.જે ખુબજ રસપ્રદ રહી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ના પ્રમુખ ડો.પ્રશાંત આસ્તિક. ડૉ.શ્રીકાંત દેસાઈ. ડૉ.પ્રજાપતિ. ડૉ.મુંજપરા,શંખનાદ ન્યુઝ ચેનલ ના માલિક મીલનભાઈ કુવાડિયા,એડવો ઇલાબેન જાની સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો ,ડોકટરો, સજજનો સહિત ખાસ ઉપસ્થિત રહયા હતા

Advertisement

Exit mobile version