Sihor

દાનવીર અને સિહોરના ભામાશા સ્વ ઉત્તમભાઈ ભુતાની જન્મ તિથિએ રક્તદાન શિબિર યોજાઇ

Published

on

પવાર

સિહોરના ભામાશા તરીકે ઓળખાતા શ્રી ઉત્તમભાઈ ભુતાની જન્મ તિથિ નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા શ્રી.ઉત્તમ.એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર બ્લડ બેન્ક દ્વારા આજે બે રક્તદાન શિબિર યોજાઈ હતી સિહોર જેનબ્રકટ ફાર્માસીસ ના શ્રી.ઉત્તમ એન.ભુતા ની જન્મ તિથિ નિમિતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા શ્રી.ઉત્તમ.એન.ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર ( બ્લડ બેન્ક) દ્વારા બે રક્તદાન શિબિર યોજાયો. શ્રી ઉત્તમ એન. ભુતા પરિવાર ના સહકાર થી ભાવનગર રેડક્રોસ ની બ્લડ બેન્ક ને શ્રી.ઉત્તમ.એન.ભુતા-રેડક્રો સ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) ની સેવાઓ ભાવનગર જિલ્લા ના લોકો ને મળી રહી છે અને બ્લડ બેન્ક ની સેવાઓ શ્રી.ઉત્તમભાઈ ભુતા ની સ્મૃતિ માં ચાલી રહી છે તેમની જન્મ તિથિ નિમિતે તા.6/12/22 ના રોજ સવારે 10 થી સાંજે 8 કલાક દરમ્યાન ઉત્તમ.એન.

A blood donation camp was held on the birth anniversary of Bhamasha Swa Uttambhai Bhuta of Danveer and Sihore.
A blood donation camp was held on the birth anniversary of Bhamasha Swa Uttambhai Bhuta of Danveer and Sihore.
A blood donation camp was held on the birth anniversary of Bhamasha Swa Uttambhai Bhuta of Danveer and Sihore.

ભુતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડ બેન્ક) , દિવનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગર ખાતે યોજાશે તેમજ બપોરે 3 થી 6.30 દરમ્યાન શિહોર જેનબરકટ ફાર્મા કંપની ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવેલ જેમાં ભાવનગર રેડક્રોસ સોસાયટી ના ચેરમેન સુમિતભાઇ ઠક્કર,વર્ષાબેન લાલાની,વિનયભાઈ ની ઉપસ્થિતિ માં તેમજ સિહોર જેનબ્રક્ટ ના મેનેજર મહાદેવભાઈ શુક્લ ના માર્ગદર્શન હેઠળ ફાર્મસીસ વિભાગ ના સ્ટાફ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાતા ઓ એ રકતદાન કરેલ .રક્તદાન કરનાર દરેક રક્તદાતા ને સન્માનપત્ર અને ભેટ થી સન્માનિત કરવા માં આવેલ

Exit mobile version