Sihor
ભારત જોડો યાત્રાના ભાગરૂપે સમગ્ર સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાઈ
પવાર
સિહોર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિતે પરિવર્તન બાઈક રેલીનું આયોજન કરાયું, બાઇક રેલી ગામે-ગામ ફરી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે સિહોર તાલુકામાં પણ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાના ભાગરૂપે સમગ્ર સિહોરથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પરિવર્તન બાઇક રેલી સિહોરથી શરૂ કરવામાં આવી હતી જે વડીયા, ઉસરડ,પીપળીયા,નાના સુરકા,સોનગઢ,અમરગઢ, રામધરી, આંબલા,કૃષ્ણપરા, સણોસરા, સાઢીડા મહાદેવ, ઢાંકણકુંડા, આકોલાલી, ટોડા,તોડી,ખારી,સખવદર,થઈને જાંબાળા મુકામે પૂર્ણ કરવામાં આવેલ આ અંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી કે પટેલ, તેમજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા કરણસિંહ મોરીએ જણાવ્યું હતું કે પરિવર્તન બાઇક રેલી થઈ જે લાગી રહ્યું છે કે અમે 2022ની ચૂંટણીમાં ગ્રામ્યમાં કોંગ્રેસને લાવીશું જ એ અમારો ધ્યેય છે.
ગાંધી જયતિ નિમિતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ભારત જોડો યાત્રા અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહી દેશ છે એટલે લોકશાહીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી શકે છે, એમનો પણ ઉમેદવાર ઉતારી શકે છે. કોંગ્રેસ પોતાની સ્ટેટજી મુજબ પ્રજાના જે કામ કર્યા છે પ્રજાની જે સુખાકારી જે લાવી છે એ વાતો સાથે અમે પ્રજા સામે જવાના છીએ તો ચોક્કસથી અમને આશીર્વાદ મળવાના છે એ પણ નક્કી છે રેલીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.