Gujarat
મુખ્યમંત્રી પરિવારને મોટી રાહત: અનુજ પટેલ ભાનમાં : હિન્દુજા હોસ્પીટલમાં સર્જરી સફળ રહી
કુવાડિયા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર પરત : કેબીનેટ બેઠકમાં હાજરી – ખુદ હાથ-પગ ચલાવે છે : જો કે હજું થોડા દિવસ આઈસીયુમાં રખાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના સ્વાસ્થ્યમાં મોટો સુધારો થયો છે. ગત રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ અનુજ પટેલને અમદાવાદમાં અને બાદમાં મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં ખસેડાયા હતા અને તેમના પર ત્રણ ત્રણ ખૂબ જ ક્રિટીકલ ગણી શકાય તેવા ઓપરેશન થયા હતા જેમાં હવે આજે અનુજ પટેલ ભાનમાં આવી ગયા છે ને તેમના હાથ પગની પણ મુવમેન્ટ જાતે જ કરે છે અને તેઓ હવે ઝડપથી સ્વસ્થ થઈ જશે તેવા સંકેત છે.
અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારા તથા તેમાં હવે ભાનમાં આવ્યાના ખબરથી પટેલ પરિવારમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો હતો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જેઓ સોમવાર ખુદ અનુજ પટેલને લઈ જતા ખાસ વિમાનમાં સાથે ગયા હતા અને ઓપરેશન સહિતના સમયે સતત હાજર હતા. તેઓ ગઈકાલેજ રાત્રીના ગાંધીનગર પરત ફર્યા હતા અને આજે મહત્વની કેબીનેટ બેઠકમાં હાજરી આપી હતી તેઓ ફરી મુંબઈ જાય તેવી ધારણા છે. હિન્દુજા હોસ્પીટલમાં અનુજ પટેલને જે નિષ્ણાંત તબીબોની સખ્ત સારવાર મળી અને સતત તબીબી નિરીક્ષણ હેઠળ રહ્યો તેનાથી તેઓના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો આવ્યો છે. જો કે હજું તેઓને વધુ સમય મુંબઈની હોસ્પીટલમાં તબીબોના મોનેટરીંગ હેઠળ રહેવું પડશે તેવા સંકેત છે.