Bhavnagar

ભાવનગર જિલ્લાનાં તળાજામાં 10 વર્ષનો બાળક પાણીમાં તણાતા લાપતા: ફાયર બ્રિગેડની મદદ લેવાઈ

Published

on

પવાર

ભારે વરસાદથી ચેકડેમ, નદી નાળા છલકાયા, નદીઓમાં ઘોડાપુરA 10-year-old child goes missing after drowning in water in Talaja of Bhavnagar district: Fire brigade has been called for help.

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં આજે ધોધમાર બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તળાજામાં પાણીના વહેણમાં દસ વર્ષનો મેમણ પરિવારનો છોકરો તણાતા ગટરમાં ગરકાવ થઈ જતા તેની શોધખોળ શરૂ હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે સવારે તળાજા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તળાજામાં બેથી અઢી ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઊભી થઈ છે. દરમિયાન તળાજામાં ગોરખી દરવાજા પાસે દસ વર્ષનો મેમણ પરિવારનો એક છોકરો પાણીના વહેણમાં તણાઈ ગટર માં ગરકાવ થઈ ગયો હોવાનું જાણવા મળતા ફાયર બ્રિગેડ નો સ્ટાફ સાથે દોડી ગયો હતો અને શોધ ખોળ શરૂ કરી છે તળાજા તાલુકાના કુંઢેલી પંથકમાં સવારના ભાગે દોઢ કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદથી ચેકડેમ, નદીનાળા છલોછલ થયા હતા. લોકોએ આ વરસની સિઝનનો સારામાં સારો વરસાદ ગણાવ્યો હતો . ખેતીવાડી માટે ખૂબ આશીર્વાદરૂપ ગણી શકાય એવી મેઘ મહેરથી સૌએ પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો. લોકો ગામના પાદર માં આવે પાણીના પુર નિહાળવા નીકળી પડ્યા હતા.

Exit mobile version