Sihor

77માં સ્વાતંત્ર દિવસની ઉજવણી ; સિહોર નગરપાલિકા દ્વારા ગૌતમેંશ્વર સરોવર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું

Published

on

પવાર

ભારત દેશને આઝાદ થયો 77 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આખો દેશ આજે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. સિહોર ખાતે નગરપાલિકા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓ પદાઅધિકારીઓએ ધ્વજ વંદન કર્યું હતું પ્રજા જોગ સંદેશ આપતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત પર્વ મનાવી રહ્યો છે ત્યારે મારી માટી મારા દેશ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા દ્વારા તકતી મૂકવામાં આવશે.

77th Independence Day Celebrations; Flag Hoisted at Gautameshwar Sarovar by Sihore Municipality
77th Independence Day Celebrations; Flag Hoisted at Gautameshwar Sarovar by Sihore Municipality

માટી તાંબાના કળશમાં ભેગી કરવામાં આવશે બીજા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ધ્વજવંદન કર્યા બાદ જ્યાં તકતી લગાવવામાં આવી છે ત્યાં શહીદોને દીપ પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કળશમાં માટી ભેગી કરવામાં આવી અને ત્યાં સંકલ્પ લેવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ કર્મી, આર્મી જવાનોને સર્ટિફિકેટ, સાલ અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં સૌ હોદ્દેદારો કાઉન્સિલરો, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ, અને આમ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

77th Independence Day Celebrations; Flag Hoisted at Gautameshwar Sarovar by Sihore Municipality
77th Independence Day Celebrations; Flag Hoisted at Gautameshwar Sarovar by Sihore Municipality

વિક્રમભાઈ નકુમે સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું છે. એમણે આવાહન કર્યું હતું કે દરેક લોકોએ આ વખતે પણ પોતાના ઘર, દુકાન ઓફિસ, ઉપર ઝંડા ફરકાવી એક દેશ પ્રેમ બતાવવાનો છે. આપણે આપણા દેશ પ્રત્યે વફાદાર છીએ. તે લોકોમાં જાગૃતતા આવે તે માટે મારી માટે મારો દેશ કાર્યક્રમ કર્યો શહેરી વિસ્તારોમાં આ 15 તારીખથી ચાલુ થવાનો છે જે 30 ઓગસ્ટ સુધી ચાલવાનો છે

Exit mobile version